- ગલેમંડી પાસે અચાનક પતંગની દોરી વચ્ચે આવી જતા રાકેશ પરમાર કતરગામના યુવક રાકેશ પરમારનું ગળું કપાયું
- લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર અર્થે ખસેડાયો
Surat : પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાઈ ગયું હતું. તેમજ લોહી લુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં યુવકને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા હતા. આ દરમિયાન યુવક દુકાનેથી ઘરે જતો હતો ત્યારે આ ઘટના બની હતી.
ઉતરાયણ પર્વને હજુ તો 15 દિવસ જેટલો સમય બાકી છે તે પહેલા જ સુરતમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું હોવાનો બનાવ સામે આવ્યો છે. તેમજ સુરતના કતારગામ ગલેમંડી પાસે રહેતો રાકેશ પરમાર સ્પોર્ટ્સની દુકાન ધરાવે છે. ગતરોજ તે દુકાનેથી બાઈક પર ઘરે જતો હતો તે સમયે અચાનક પતંગની દોરી યુવકના ગળામાં ફસાઈ જતાં યુવકનું ગળું કપાઈ ગયું હતું.
યુવક લોહીલુહાણ થઇ જતા તેને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવકને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. તેમજ યુવકને ગળાના ભાગે કુલ 20 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ઉત્તરાયણ અગાઉ જ ઘાતક દોરી હથિયારની જેમ લોકો પર ફરી રહી હોવાનું સામે આવ્યું છે. તેમજ સુરતમાં પતંગની દોરીથી ગળુ કપાવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ગલેમંડી પાસે બાઈક પર પસાર થતા યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું ગયું હતું. આ યુવકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં યુવકને ગાળાના ભાગે 20 જેટલા ટાકા લેવામાં આવ્યા હતા.
ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
રાકેશ ગળામાં વચ્ચે પતંગનો દોરો આવતા તેનું ગળું કપાયું ગયું હતું. ત્યારબાદ તેને ખાનગીમાં ખસેડાયો હતો. જ્યાં તેને 20 ટકા આવ્યા હતા. ત્યારે તબીબોએ કહ્યું કે, બાઈક ચાલકોએ તેમના વાહનની આગળ સળિયો બાંધી રાખવો જોઈએ. જેથી દોરાથી ઈજા ન થઈ શકે.