સુરતમાં છેતરપિંડીના અલગ અલગ બનાવો બની રહ્યાં છે. ત્યારે વધુ એક આવો જ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં  વખતે નકલી સોનાના સિક્કા આપી મહિલા ગેંગે લાખોની છેતરપીંડી કરી છે. ત્યારે ઈચ્છાપોર પોલીસે રિક્ષાના નંબર આધારે મહિલા ટોળકીને પકડી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે અંગે વધુમાં વાત કરવામાં આવે તો

પારસી પરિવારને ફસાવી કરી છેતરપીંડી…

મહિલા દ્વારા ઘી વેચવાના નામે પહેલા મિત્રતા કરી ત્યાર બાદ પારસી પરિવારને તેણે 3 અસલી સોનાના સિક્કા બતાવ્યા હતા. જેની પરિવારે ખરાય જવેલર્સ પાસે કરાવી  ત્યાર બાદ મહિલાએ અસલી સિક્કા બદલી નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખની રકમ પડાવી લીધી હતી. તે પછી સંકા જતા પારસીએ થોડા દિવસો પછી સોનાના સિક્કાની ખરાય કરાવવા જતા નકલી હોવાનું સામે આતા તેઓએ ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી એક રીક્ષાનો નંબર મેળવ્યો હતો. જેના આધારે પોલીસે પહેલા રીક્ષાચાલક અને પછી પત્ની અને ત્યાર પછી તેની બહેન તેમજ પડોશી મહિલા સહિત 4 જણાને પકડી પાડયા હતા.

3 સિક્કા ઓરિજનલ….

ઈચ્છાપોર પોલીસે રીક્ષાચાલક સુનિલ ભોળા ઉગ્રેજીયા, તેની પત્ની સોનલ સુનિલ ઉગ્રેજીયા, કૌટુંબિક બહેન સોની મુકેશ દેવીપૂજક અને પડોશી વિજુ પરસોતમ વણોદીયાની ધરપકડ કરી છે.કાપોદ્રામાં વર્ષ 2021માં આવો જ બનાવ બન્યો હતો. તે બનાવ જોઇને આ ટોળકીએ પણ આ રીતે ઠગાઈ કરવા પારસી પરિવારને ટાર્ગેટ કર્યો હતો. સોની દેવીપૂજક ઓરિજનલ 3 સોનાના સિક્કા અમદાવાદથી લાવી હતી.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.