- ડાયમંડ સિટી છેલ્લા દોઢ થી બે વર્ષથી મુશ્કેલીમાં મુકાયું
- મંદી હોવાના કારણે રત્નકલાકારો ની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે.
સુરત સમાચાર : સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે. મોટાભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે અને એટલે તો સુરતને ડાયમંડનું હબ કહેવાય છે જ્યારે સુરત એટલે કે ડાયમંડ સિટી છેલ્લા દોઢ થી બે વર્ષથી મુશ્કેલીમાં મુકાયું છે અને મુશ્કેલીનું કારણ ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ લાખો રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડે છે પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં જ મંદી હોવાના કારણે રત્નકલાકારો ની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે.
આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા કેટલા રત્નકલાકારોએ આપઘાત કરવા સુધીનું પગલું પણ ભર્યું છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દ્વારા થોડા દિવસ પહેલા જ ઉદ્યોગ મંત્રીને રત્નકલાકારો માટે રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ મોટી સાઇઝના હીરા કે જે રશિયાની અલઝોરા કંપની પાસેથી ખરીદવામાં આવે છે તે રફમાંથી બનાવવામાં આવ્યા હોય તેને g-7 ના દેશો ખરીદવાની મનાઈ કરી રહ્યા છે અને આ જ કારણે સુરત નો ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.
એક તરફ વૈશ્વિક મંદી અને બીજી તરફ રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા પર g7 ના દેશોએ મુકેલો પ્રતિબંધ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું કારણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ધીમે ધીમે સુરતનો ડાયમંડ ઉદ્યોગ પાટા પર આવતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. કારણ કે ડીટીસી દ્વારા વર્ષમાં 10 સાઇટ બહાર પાડવામાં આવે છે અને તેમાં 2024 ની બીજી સાઇટ બહાર પડી છે અને રાહતની વાત એ છે કે તેમાં રફના ભાવ સ્થિર રહ્યા છે જોકે માર્કેટમાં હજુ પણ તૈયાર હીરાની માગ ન હોવાના કારણે આ રફના ભાવ સ્થિર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ડાયમંડ ઉદ્યોગમાં મંદિર હોવાના કારણે રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ જ કપોડી બની છે રત્ન કલાકારોના પગાર ઘટ્યા હોવાના કારણે ઘરનું ભાડું બાળકોની શાળાની ફી તેમ જ અન્ય ખર્ચા કાઢવા પણ મુશ્કેલ બન્યા છે રત્ન કલાકારો સરકારને રજૂઆત કરી રહ્યા છે કે રત્ન કલાકારોના હિતમાં કોઈ યોજના જાહેર કરવામાં આવે.
ભાવેશ ઉપાધ્યાય