સુરત: કેમિકલના ગોડાઉનમાં લાગી ભયંકર આગ, 10થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે
સુરતના પૂના કેનાલ રોડ પર પટેલ મોટર્સ ની પાછળ કેમ કેમિકલના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગતાં ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના વેહલી સવારે 4.30 વાગે એક કેમિકલના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લગતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ની દસ થી બાર ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી ગઈ હતી.
ઘટના વેહલી સવારે થતાં કોઈ જાન હાનિ થયી ન હતી પરુંતું મોટી સંખ્યા માં કબૂતરોના ધુમાડા માં મોત થયાની આશંકા છે.આગની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ત્રણ કલાકથી વધુ સમય છતાં આગ કાબૂમાં આવી નહોતી. આ ઘટનામાં કબૂતરોના પણ મૃત્યુ પામ્યા છે. 10 થી 15 કબૂતર સારવાર દરમિયાન છોડી દેવામાં આવ્યા હતા. ઘણા કબુતર તો એવા પણ છે કે અંદર બળીને ખાખ થઈ ગયા હતા. આજુ બાજુમાં પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
પબ્લિકમાં એવી પણ સારસા થઈ ગઈ હતી કે આ ગોડાઉન બે નંબરમાં ચાલતું હતું. થીનર એક એવું કેમિકલ છે કે પેટ્રોલ કરતાં પણ ઝલક આવે છે તો તેનું ગોડાઉન ભરચક એરિયામાં કેમ ચાલતું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું !!!