સુરત સમાચાર

સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરત આવી રહ્યા છે.  ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો તૈનાત રહેશે.ઉપરાંત, સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે.Screenshot 16 1

આ પ્રતિકૃતિ કોણે બનાવી છે? 

સુરત હીરા બુર્સની હૂબહૂ પ્રતિકૃતિ બનાવાઈ છે. હીરા, સોનું અને ચાંદી વડે બની 2 કિલોની સુરત બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સુરત શહેરના જ્વેલરી ઉત્પાદક ફ્લોરા જ્વેલર્સ એ  આ પ્રતિકૃતિ  બનાવી છે. હીરાબુર્સ એક આઈકોનિક બિલ્ડિંગ છે, જેથી આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેના દ્વારા એક ભારત-શ્રેષ્ઠ ભારતનો મેસેજ અપાશે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.