- સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી અલગ અલગ રાજ્યોમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું
- હૈદરાબાદના તેલંગણા ખાતેથી આરોપી ઝડપી પાડયો
Surat: લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી અલગ અલગ રાજ્યોમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેનો આરોપી હૈદરાબાદના તેલંગણા ખાતેથી ઝડપાયો હતો. મહિધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.પોસ્કો એક્ટ અંતર્ગત દુષ્કર્મ અને અપહરણ કેસમાં આરોપી મોહમ્મદ નુરબાનું બદરુદ્દીન સૈયદની ધરપકડ કરી હતી. મહિધરપુરા પોલીસ ચોપડે 14 ઓગસ્ટ ના રોજ ગુન્હો નોંધાયા બાદ પોલીસે કામગીરી કરી હતી. જે ગુન્હામાં 13 વર્ષની સગીરાનું અપહરણ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. તેમજ આરોપી સગીરાનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો ત્યારે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ ના આધારે હૈદરાબાદના તેલંગણા ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ પોકસો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ભાવેશ ઉપાધ્યાય