• ફરિયાદી વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં થઇ અરજી
  • આરોપી P.S.Iને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી
  • અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા માટે P.S.Iએ રૂપિયા 3 લાખની કરી હતી માંગણી
  • આરોપી વચ્ચે રકઝના અંતે રૂપિયા 1 લાખ આપવાનું નક્કી થયું હતું

સુરત ખાતે A.C.B  પોલીસે  P.S.Iને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.આ કામના ફરિયાદી વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી.જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા માટે આરોપી P.S.Iએ રૂપિયા 3 લાખની માંગણી કરી હતી.જે મામલે ફરિયાદી અને આરોપી વચ્ચે રકઝના અંતે રૂપિયા 1 લાખ આપવાનું નક્કી થયું હતું. તેમજ આરોપી P.S.Iને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરતમાંથી લાંચ લેતા ગોપી પુરા પોલીસ ચોકીના PSI ને ACBના હાથે ઝડપાયો હતો. જેમાં બનાસકાંઠા ACB પોલીસે PSIને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી પડ્યો હતો. આ કામના ફરિયાદી દ્વારા PSI વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા માટે આરોપી PSI એ રૂપિયા 3 લાખની માંગણી કરી હતી. જે મામલે ફરિયાદી અને આરોપી વચ્ચે રકઝના અંતે રૂપિયા 1 લાખ આપવાનું નક્કી થયું હતું. જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતો ન હોય જેથી તેને બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં આરોપી PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે બનાસકાંઠા એસીબી પોલીસે ગઈકાલે સુરત રેલવે સ્ટેશનના બિસ્મિલ્લાહ જ્યુસ સેંટર ઉપર વૉચ ગોઠવી હતી. ત્યારે ફરિયાદીએ આરોપી PSI લલિતકુમાર મોહનલાલ પુરોહિતને રૂપિયા 1 લાખ લાંચ આપતાં ACB પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે હાલ આરોપી PSIને સુરત ACB પોલીસને સોપવામાં આવ્યો હતો. તેમજ સુરત ACB પોલીસે આરોપી PSIને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.