સુરતના વરાછાના હીરા વેપારીઓ પાસેથી કરોડોના હીરા લઈ રફુચક્કર થઈ જનાર દલાલ ઝડપાયો
સુરતના વરાછા વિસ્તારમાં હીરાનો વ્યવસાય કરતા હીરા વેપારીઓને વિશ્વાસમાં લઇ એક હીરા દલાલે કરોડોનું ફુલેકુ ફેરવ્યું હતું..વરાછાના વિવિધ હીરા વેપારીઓ પાસેથી હીરા વેચવા માટે લઈ જઈ પરત નહીં આપી રાજસ્થાનના પુષ્કર ખાતે ભાગી ગયેલ હીરા દલાલને વરાછા પોલીસે ઝડપી પાડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત એટલે હીરા નગરી અને હીરાનો વ્યવસાય ભરોસા પર થતો હોય છે.દરરોજનો કરોડોનો વેપાર માત્ર ભરોસા પર થતો હોય છે.ત્યારે હીરાના દલાલો અનેક વખત વેપારીઓને ભરોસામાં લઈ હીરા લઈ જઈ છેતરપીંડી કરતા હોય છે.તેવી જ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની હતી.
સુરત ના વરાછા વિસ્તારમાં હીરા નો વ્યવસાય કરતા વેપારીઓ હર્ષિત નામના એક હીરા દલાલના સંપર્કમાં આવ્યા હતા.આ હીરા દલાલ ઊંચા ભાવે હીરા વહેંચી આપશે તેવો વિશ્વાસ કેળવ્યો હતો..જેથી હીરાના અલગ અલગ વેપારીઓ દ્વારા દલાલ ને હીરા વહેંચવા માટે આપ્યા હતા .તેવી જ રીતે શૈલેષ ઇટાલિયા નામના વેપારીએ હીરાના તૈયાર પેકેટનો 29 લાખ થી વધુ નો માલ વહેંચવા માટે હર્ષિત ને આપ્યો હતો
અન્ય વેપારીઓએ પણ 1,28,19,573 ની કિંમત ના હીરા આપ્યા હતા..આ તમામ હીરા વહેંચવા ને બદલે હર્ષિત મિનિબજાર માં આવેલ સમજુબા સેફ માંથી લઈ જઈ નાસી છૂટ્યો હતો અને પોતાનો ફોન બંધ કરી દીધો હતો..સમગ્ર ઘટના ની જાણ શૈલેશ ઇટાલિયા ને થતા તેમણે વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી .જેમાં પોલીસે તપાસ કરતા અલગ અલગ વેપારીઓ ના કુલ 1,55,39,143 ના હીરા લઈ હર્ષિત વિરાણી નાસી છૂટ્યો હતો..પોલીસે તપાસ કરતા હર્ષિત રાજસ્થાન ના પુસ્કર ખાતે હોવાનું જણાયું હતું..જેથી પોલીસે તાત્કાલિક એક ટિમ પુષ્કર ખાતે મોકલી આપી હતી..જેમાં હર્ષિત ને ઝડપી પાડી સુરત ખાતે લવાયો હતો…સાથેજ આરોપી હર્ષિત પાસેથી 1,15,04,100 ના હીરા તેમજ 2,49,000 રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ 1,17,54,150 ની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..
ભાવેશ ઉપાધ્યાય