સુરત સમાચાર
સુરતના કતારગામ પોલીસ અને સુરત ડાયમંડ એસોસિયેશન સંયુક્ત ઉપક્રમે થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતુ. ડાઈમંડના રત્ન કલાકારો મોટી સંખ્યામાં રત્ન કલાકારો રક્તદાન કરવા પહોંચ્યા હતાં. મનપાના મેયર દક્ષેસ માવાણી , પોલીસ કમિશનર અજય તોમર ડાઈમંડ એસોશિયેશનના વિવિધ હોદેદારો સહિત કતારગામ વિસ્તારના ભાજપના નગર સેવકો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવા માટે લાંબા સમય થી ” SAY No To DRUGS” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડવામાં સુરત પોલીસ ને સફળતા મળી છે. અને આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે. સુરત પોલીસ દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટેના લાભાર્થે રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કતારગામ પોલીસ અને સુરત ડાયમંડ એસોસિયેશન ના સંયુક્ત ઉપક્રમે મહા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા હતા. જેમાં હીરાના ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.