Abtak Media Google News

સુરત સમાચાર

લસકાણામાં રહેતી 5 વર્ષની બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફુગ્ગા લેવા ગઈ હતી. ત્યારે દુકાન પાસેથી એક બદમાશ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. નરાધમે બાળકીને ખાડી કિનારે ઝાડી-ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર કરવા જઈ રહ્યો હતો.

ત્યાં નરાધમ બાળકી સાથે કૃત્ય કરે તે પહેલાં જ ગામ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો . આ ઘટના શનિવારે બપોરે બની હતી. સ્થાનિકોએ હવસખોરને પકડી પાડી  સરથાણા પોલીસને હવાલે કરી દીધો છે . પોલીસે મીથલેશ શાહની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે .

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.