સુરતમાં માસૂમ બાળકોને હાથવગા રાખવા અંગેની લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંડેસરા વિસ્તારમાંથી 3 વર્ષની બાળકી ગૂમ થઈ ગઈ હતી. જેથી પોલીસ અધિકારીઓ નવરાત્રિના પ્રથમ દિવસે જ દોડતા થઈ ગયા હતાં. પોલીસે 100 જવાનની ટીમ બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. લગભગ બે કલાકથી વધુ સમયે બાળકી હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.જેથી માતા પિતાએ પોલીસનો આભાર માન્યો હતો.
જે અંગે વાતચીત કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે, સાડા દસ વાગ્યે બાળકી ગૂમ થઈ હતી. ઘરમાં લાઈટ જતી રહી હતી. પાંચ વર્ષના બાળક અને બાળકીને ફોન આપીને માતા દુકાને ગઈ હતી. આ પરિવાર પહેલા માળે રહે છે. બાળકોએ માત્ર અંડરવેયર પહેર્યા હતાં. બાળકોને પહેલી બે કલાક સુધી પરિવાર અને આસપાસના લોકોએ શોધ્યા હતાં. બાદમાં પોલીસને જાણ થતાં જ 100 લોકોની ટીમ બનાવાઈ હતી.સમગ્ર પાંડેસરાના સીસીટીવી જોયા, સોશિયલ મીડિયા ગ્રુપમાં ફોટો શેર કર્યા હતાં. ઓટોમાં માઈકથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે દુકાનદારે એનાઉન્સમેન્ટ જોઈને બાળકીને જોઈને પોતાની દુકાને બેસાડી હતી. બાદમાં પોલીસને જાણ કરી હતી. પોલીસે માત્ર બે કલાકમાં બાળકીને શોધી હતી. હાલ બાળકીનું મેડિકલ કરવામાં આવી રહ્યું છે.ત્યારે અમારી તમામ વાલીઓને પણ અપીલ છે કે,બાળકોને સાવચેતીથી રાખીએ. કેર હોમમાં રાખવા જોઈએ.
ભાવેશ ઉપાધ્યાય