- પાંડેસરામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિધાર્થિએ જીવન ટુંકાવ્યું
- માતાએ મોબાઈલ છીનવી ઠપકો આપતા કર્યો આપઘાત
- પોલીસે આ-ત્મહત્યા મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી
આજના સમયમાં નાની વાતમાં માઠું લાગવાથી લોકો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. જે સભ્ય સમાજ માટે ચિંતાજનક છે. ત્યારે આવીજ એક દુ:ખદ ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં મોબાઈલના ઠપકાએ કિશોરીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી મુજબ, સુરતમાં મોબાઈલ બાબતે ઠપકો આપતાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને માઠું લાગ્યું હતું. તેમજ વિદ્યાર્થિનીએ માઠું લાગતા આપ-ઘાત કરી લીધો હતો.
વિદ્યાર્થિનીએ માઠું લાગતા આપ-ઘાત કરી લીધો
પાંડેસરામાં આવેલી ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને મોબાઇલની લત લાગી જતા તે સતત મોબાઇલમાં રહેતી હતી ત્યારબાદ માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઇલ છીનવી વધુ મોબાઈલ નહીં ચલાવવા ઠપકો આપ્યો હતો.
માતાએ મોબાઈલ બાબતે આપ્યો હતો ઠપકો
માતાની વાતનું માઠું લાગી જતા વિદ્યાર્થિનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેમજ કિશોરીનું અકાળે મો*ત નિપજતા પરિવારજનોને આઘાત લાગ્યો હતો. આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ-ત્મહત્યા મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કિશોરીના મૃ*તદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.