સુરત સમાચાર
રશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા છે. જે હવે ઘેરા બની રહ્યાં છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણ જેમ્સની બ્રાન્ચ-2 ડી મિલનના 80થી વધુ રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવ્યાં છે. કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતાં તેઓ બેરોજગાર થયા છે. ત્યારે 20 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતાં રત્નકલાકારોએ કહ્યું કે, આવા સમયમાં હવે અમારે ક્યાં જવું, કારણ કે કોઈ રાખે નહીં ને બીજે ફાવે પણ નહીં.
રત્નકલાકાર ચતુરભાઈએ કહ્યું કે, કાપોદ્રા વિસ્તારમાં આવેલા કર્મનાથ મંદિરની સામે સ્થિત કિરણ જેમ્સની શાખા જે ડી મિલનના નામે ઓળખાય છે. ત્યાં મારી સાથે 80થી વધુને છૂટા કરી દેવાયા છે. અમને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે. જ્યાના કટોરા પણ અમને ફાવતા નથી. ને કામ પણ ફાવતું નથી. જેથી અમારી માગ છે કે અમને 3 મહિનાનો પગાર આપીને છૂટા કરવા જોઈએ.
કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કરીગરો રોષે ભરાયા હતાં. કારીગરો દ્વારા રત્નકલાકર સંઘ ને રજુઆત કરવા પહોંચ્યા હતાં.કારીગરોએ વિરોધ નોંધાવ્યો છે. કારીગરો દ્વારા માંગ કરવામાં આવી અમને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેજ્યુઈટી આપવામાં આવે જેથી અમે થોડા સમય માટે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ.