સુરતમાં મેરી માટી, મેરા દેશ અંતર્ગત 750 બાળકોએ 30X28 ચો.મીટરમાં માનવ સાંકળથી દેશનો નક્શો બનાવ્યો
મા ભારતીને કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર-વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા 9થી ૩૦ ઓગસ્ટ દરમિયાન ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમ દેશભરમાં યોજાશે. જેને અનુલક્ષીને સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના 750 બાળકોએ ગુરૂકુળના પરિસરમાં દેશનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ની વિશાળકાય માનવઆકૃતિ બનાવી હતી.
સૌએ પોતાના હાથમાં માટીયુક્ત છોડ રાખી વૃક્ષારોપણ કરવાની પ્રતિજ્ઞા લઇને પર્યાવરણ જાગૃતિનો ઉમદા સંદેશ પણ આપ્યો હતો. ધો. 6થી 9ના 750 બાળકોએ 30X28 સ્કવેર મીટરમાં ભારતમાતાનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ સૂત્રની પ્રતિકૃતિ બનાવી હતી.