સુરત સમાચાર
સુરત શહેરમાં વસતા આહીર સમાજ દ્વારા રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આહિર સમાજની મહિલાઓએ પારંપરાગત રીતે પોશાક પહેરી અંદાજિત 4300 જેટલી મહિલાઓએ વ્રજવાણીની એ ઘટના ની યાદ માં રાસની રમઝટ બોલાવી હતી.
એક સાથે પરંપરાગત રીતે પોશાક પહેરી રાસ રમતી હતી તે દરમિયાન તમામ શ્રીકૃષ્ણની યાદમાં ભાવવિભોર બની હતી. આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે વ્રજવાણીની એ ઘટનાને 5555 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની યાદમાં ભવ્ય રાસોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
જેના ભાગરૂપે સુરત શહેરમાં મોટી સંખ્યામાં આહીર સમાજ ની મહિલાઓ રસોત્સવમાં જોડાઈ હતી દ્વારકા ખાતે યોજાનાર 24 ડિસેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતમાંથી 37 હજાર જેટલી આહીર સમાજની મહિલાઓ પરંપરાગત રીતે પોશાક પહેરી રાતોત્સવમાં જોડાશે સમગ્ર ગુજરાત માટે આ રસોત્સવ વર્લ્ડ રેકોર્ડ સમાન બની રહેશે.તેના ભાગરૂપે સુરતમાં રસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
ભાવેશ ઉપાધ્યાય