સુરત કોઈને કોઈ ક્રાઇમની ઘટનાને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એકવાર સુરત શહેરમાથી 4 કરોડનું MD ડ્રગ્સ સાથી 4 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમરોલીના કોસાડ આવાસ અને પાંડેસરામાં મળી 4 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું હતું.
મળતી માહિતી મુજબ 14મી નવેમ્બરે કોસાડ આવાસમાંથી 2.17 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડી ડ્રગ્સ માફીયા મુબારક અબ્બાસ બાંદીયા ઝડપાયો હતો. મુબારકને MD ડ્રગ્સ ચંદન શર્મા આપતો હતો. આથી ચંદન શર્મા સુધી ક્રાઇમબ્રાંચ પહોંચી હતી. ક્રાઇમબ્રાંચે પાંડેસરા અપેક્ષાનગરમાં રહેતા ચંદન લક્ષ્મણ શર્માને પકડી પાડી તેના ઘરમાંથી વધુ 1.79 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું.
ક્રાઇમબ્રાંચે 3.50 લાખની રોકડ અને 6 મોબાઇલ સહિત 77 હજારની મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, વાસીફ અને ફૈસલ મોમીન બાળપણના મિત્રો છે. બંને એમડીનું વેચાણ કરતા હતા. અનિકેત અને ચંદન વાસીફના મિત્રો છે અને પહેલા ત્રણેય કેટરીંગનું કામ કરતા હતા. ચંદન અને અનિકેત એમડી વેચાણ કરવા માટે વાસીફનો સંપર્ક કરતા હતા. વાસીફ એમડીનો માલ ફૈસલ પાસેથી મંગાવી આપી સપ્લાય કરતા હતા.
જેમાં ક્રાઇમબ્રાંચે મુંબઈના ખાતેથી પેડલર ફૈસલ અબ્દુલ ખાલીક મોમીન, વાસીફ અબ્દુલ હમીદ ચૌધરી,સાગર કૈલાશચંદ્ર પાલઅને અનિકેત પ્રકાશ શીંદેનામના શખ્સોની ધરપકડ હતી.