Surat : ગોલ્ડ ટ્રેડિંગમાં સારું વળતર આપવાની લાલચે ઠગાઈ કરનારા 3 આરોપીઓ ઝડપાયા હતા. આરોપીએ 62 લાખ રૂપિયાનું રોકાણ કરાવી 11 લાખની છેતરપીંડી કરી હતી. આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમજ પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, સુરત ખાતે ગોલ્ડ ટ્રેડિંગમાં સારું વળતર આપવાની લાલચે ઠગાઈ કરનારા 3 આરોપીઓ ઝડપાયા હતા. ત્યારે સુરતના વ્યક્તિએ ગોલ્ડ ટ્રેડિંગમાં 62 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ થોડા થોડા કરી 11 લાખ ઉપાડવા દીધા હતા. તેમજ બીજા 50 લાખ રૂપિયા ઉપાડવા દીધા ન હતા. આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આ ત્રણેય આરોપીની ઘરપકડ કરી હોવાનું સામે આવ્યું હતું. અને મુખ્ય માસ્ટર હજુ પોલીસ પકડથી દૂર છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.