છરીના ઘા મારી અજાણયા ઇસમો દ્વારા હત્યા
સુરત નાનપુરા વિસ્તારમાં 24 વર્ષીય પાર્થની આહીરકરની અજાણ્યા ઈશમો દ્વારા હત્યા કરાઇ છે . પાર્થ ગઈકાલે રાતે પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળીયો હતો આ દરમિયાન નાનપુરા વિસ્તારમાં કોઈક અજાણ્યા ઈશમો જોડે કોઈ બાબતે ઝઘડો થયો હતો . ઝઘડામાં અજાણ્યા ઈશમો દ્વારા પાર્થ ઉપર ચાકુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.પાર્થએ એક વર્ષ પેહલા જ પ્રેમલગ્ન કર્યા હતા..પાર્થનું મોત થતા જ પરિવાર શોકનો માહોલ સર્જાયો છે .અઠવાલાઇન્સ પોલીસે અજાણીયા ઈશમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે . મૃતક પાર્થ ઉમરાગામના શ્રમજીવી સોસાયટી 1 માં રહેતો હતો. DJ ચલાવી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો.
ભાવેશ ઉપાધ્યાય