- સૂર્યપુત્રી તાપીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
- મોટા સૂર્યોદય ઘાટ પર ચુંદડી અર્પણ કરાઇ
- કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્વાર ટ્રસ્ટ દ્વારા કરાઇ ઉજવણી
સુરત ન્યૂઝ : ભારતમાં નદીઓને માતા તરીકે વર્ણવવામાં આવે છે. ત્યારે જેના સ્મરણ માત્રથી પાપ ધોવાઈ જાય તેવી પાવનસલીલા માં તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે. અષાઢી સુદ સાતમના દિવસે સુરતીઓ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરે છે. કહેવાય છે કે મા તાપીના સ્મરણ માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે. ત્યારે તેના દર્શન માટે હજારો શહેરીજનો રોજ સવારે અને સાંજે તાપી નદીના કિનારે ઉમટી પડે છે. આજે 13 જુલાઈના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસને લઈ ચૂંદડી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ પર 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.
શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્વાર ટ્રસ્ટ દ્વારા તાપીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી મુળદાસ બાપુ , ઋષિ કુમાર કૃણાલ પાઠક , અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ મહેતા સહિત રાજ્યમંત્રી મુકેશ પટેલ , ગૃહ મંત્રી હર્ષ સંઘવી , સુરતના મેયર દક્ષેશ માવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને તાપી માતાને 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરી હતી.
ભાવેશ ઉપાધ્યાય