- જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ થયો ધરાશાયી
- એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત
- 2 વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા
Surat : સુરતના માંગરોળ તાલુકાના તરસાડી ગામે એક બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનુ મોત થયું છે. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂલથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન એક બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. જે સ્લેબનો કાટમાળ નીચે પડતા રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ વિદ્યાર્થીઓ પડ્યો હતો. જેમાં ત્રણ પૈકી એકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના અંગેણી જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઇમારત જર્જરિત હાલતમાં જોવા મળી હતી. જેના કારણે ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. સ્લેબનો કાટમાળ વિદ્યાર્થીના માથાના ભાગે પડતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.