- હઝીરા ભાટપોર ગામના નાણાવટી વર્કશોપની પાછળ 27 વર્ષીય રોહિત ગીરી નામના સિક્યુરિટી ગાર્ડની હ-ત્યા
- નોકરી કરી ઘર તરફ જતા સમયે 4 અજાણ્યા સખ્શોએ ચપ્પુના ઘા ઝીંકી કરી હ-ત્યા
Surat : હઝીરા ભાટપોર ગામના નાણાવટી વર્કશોપની પાછળ સિક્યુરિટી ગાર્ડની હ-ત્યા કરી હતી. સિક્યુરિટી ગાર્ડ ઓએનજીસી કોલોની સિક્યુરિટી ગાર્ડમાં કામ કરતો હતો. તેમજ હ-ત્યામાં મૃત્યુ પામનાર રોહિત ગીરી નોકરી કરી ઘર તરફ જતા બાઈક પર સવારે 4 જણા શંકા અને અચાનક કોઈ આવી ગરાના ભાગે પેટના ભાગે ચપ્પુના ધા મારી હ-ત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન હ-ત્યાનું કારણ હજુ અકબંધ છે. તેમજ વધુ તપાસ ઇચ્છપોર પોલીસ કરી રહી છે. ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના PI અને સ્ટાપ ઘટના સ્થળે પોહચ્યાં હતા.
અનુસાર માહિતી મુજબ, સુરતના હઝીરા ભાટપોર ગામમાં નાણાવટી વર્કશોપ પાછળ સિક્યુરિટી ગાર્ડની હ-ત્યાની ઘટના સામે આવી છે. તેમજ મૃત્યુ પામનાર રોહિત ગીરી ઓએનજીસી કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા.
27 વર્ષીય રોહિત ગીરી નામના સિક્યુરિટી ગાર્ડ તેમની નોકરી પૂર્ણ કરી બાઈક પર ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે આ સમયે તેઓ પર આકસ્મિક રીતે 4 શંકાસ્પદ વ્યક્તિએ હુ-મલો કર્યો હતો. આ દરમિયાન હુ-મલામાં ચપ્પુથી ગળા અને પેટના ભાગે ઘા-તક ઘા મારવામાં આવતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મો-ત થયું હતુ.
હ-ત્યા પાછળનું કારણ અકબંધ
આ હત્યાના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ દરમિયાન પોલીસે જાણકારી મેળવવા માટે તપાસ હાથ ધરી છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના PI અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની તપાસ ચાલુ
આ કેસની વધુ તપાસ ઇચ્છાપોર પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી રહી છે અને હ-ત્યારા ઝડપાય તેવી ધારણા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. તેમજ આ હ-ત્યાની જાણકારી મેળવવા માટે સ્થાનિક લોકોએ કોઈપણ પ્રકારની માહિતી હોવા પર પોલીસને મદદ કરવા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય