- 100 જેટલા વિદ્યાર્થીઓના બોગસ એડમિશન કરાયા રદ
- શ્રીમંત વાલીઓ બાળકના શાળા પ્રવેશ માટે બન્યા ગરીબ
- સાત થી વધુ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ
- વાલીઓના ઇન્કમટેક્સ,બેંક ડીટેલ,ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ શરૂ
- વાલીઓ બંગલામાં રહેનારા અને વિદેશ પ્રવાસ કરનારા હોવાનું ખુલ્યું
Surat : બોગસ ડોકટરો બાદ હવે RTEમાં બોગસ એડમિશન પકડાયા છે. તેમજ શ્રીમંત વાલીઓ બાળકના શાળા પ્રવેશ માટે ગરીબ બન્યા હોવાનું સામે આવ્યું છે. જે અંગે તપાસમાં ઘણા બાળકોના વાલીઓ બંગલામાં રહેનારા અને વિદેશ પ્રવાસ કરનારા હોવાનું ખુલ્યું છે. શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આવકના ખોટા પુરાવા રજુ કરી પ્રવેશ મેળવનારા 100 વિદ્યાર્થીઓના એડમીશન રદ કરાયા છે. ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે RTEના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે. હાલ હિયારિંગ ચાલી રહ્યું છે. જેમાં વાલીઓના ઇન્કમટેક્સ,બેંક ડીટેલ,ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે.
અનુસાર માહિતી મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતની સ્કૂલોમાં RTE અંતર્ગત એડમિશનમાં ગોલમાલ જોવા મળી હતી. ત્યારે સુરતની સ્કૂલો RTEમાં બોગસ એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી પોતાની તિજોરી ભરી રહી છે. તેવામાં સુરતમાં RTE હેઠળ બોગસ એડમિશનનો પર્દાફાશ થયો છે. જે અંગે તપાસમાં ઘણા બાળકોના વાલીઓ બંગલામાં રહેનારા અને વિદેશ પ્રવાસ કરનારા હોવાનું ખુલ્યું છે.
બોગસ એડમિશન અંગે સ્કૂલોએ DEOને જાણ કરવાની હોય છે, પરંતુ સ્કૂલો DEOને જાણ કર્યા વિના બોગસ એડમિશનનો ફાયદો ઉઠાવી રહી છે. ત્યારે તાજેતરમાં જ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે સ્કૂલમાં પ્રવેશ મેળવનાર પૈસાદાર વાલીઓના બોગસ એડમિશન પકડાયા છે. તેમજ RTE અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
આ દરમિયાન 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાયા છે. તેમજ કેટલાક વાલીઓએ વર્ષે કરોડોનો ખર્ચો કર્યો છે. શ્રીમંત વાલીઓ RTE હેઠળ પ્રવેશ માટે ગરીબ બન્યા હોવાનું સામે આવ્યું છે. શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આવકના ખોટા પુરાવા રજુ કરી પ્રવેશ મેળવનારા 100 વિદ્યાર્થીઓના એડમીશન રદ કરાયા છે. ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે RTEના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે. હાલ હિયારિંગ ચાલી રહ્યું છે. જેમાં વાલીઓના ઇન્કમટેક્સ,બેંક ડીટેલ,ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય