નિધિ ધોળકિયા, દિપક જોષી, જયેશ દવે અને અમિ ગોસાઈ સહિતના ૩૬ કલાકારોના કાફલાએ રંગત જમાવી
સર્વેશ્ર્વર ચેરીટેબલ ટ્રસ્ટના ગણેશોત્સવમાં આરતી ઉપરાંત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે દુંદાળાદેવની આરાજનામાં મુખ્ય મહેમાન તરીકે અંજલીબેન રૂપાણી હાજર રહ્યા હતા.
બાપાની અર્ચના બાદ લોકસાહિત્યના ગીતો સાથે કસુંબીનો રંગ ધોળવા પ્રખ્યાત કલાકારોમાં નિધિ ધોળકિયા, દિપકભાઈ જોષી, તેજસભાઈ શીંશાગીયા, જયેશભાઈ દવે સહિતના ૩૫ કલાકારોના કાફલાએ રંગત જમાવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા કેતન શાપરીયા, જગદીશભાઈ માનસતા, ગુલાબસિંહ જાડેજા, અલ્લાઉદીનભાઈ કારીયાણી, સમીર દોશી, અનિલ તન્ના, અતુલભાઈ કોઠારી, સુધીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, હિતેશ મહેતા, દર્શન મહેતા, પ્રકાશ આશિષ હિંડોચા, જીતુ ભરવાડ, ચંદ્રસિંહ સોલંકી, શૈલેષ પરમાર, મુકેશ વાઘેલા, પરેશ ડોડીયા, ટીકુભાઈ બારડ, જયેશ જોષી, નંદો મેવાડા, ઉપેન્દ્રસિંહ ઝાલા, ભાવેશ સોની, કલ્પેશભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.