દેશી દારૂ ઢીંચીને દંગલ મચાવતા ચાર દારૂડીયાઓને પોલીસે એ ક જ દિવસમાં દબોચ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં ખાસ કરી સાંજના સમયે જાહેર રસ્તાઓ ઉપરથી પસાર થવું બેન દીકરીઓ ને મુશ્કેલ બનતું જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અજરામર ટાવર ટાંકી ચોક પતરા વાળી ચોક વિસ્તારોમાં સાંજના સમયે દારૂ પી અને દંગલ કરતા શખ્સો ખુલ્લેઆમ નજરે પડતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી સુરેન્દ્રનગર સિટી પોલીસે કાલના દિવસમાં ચાર દારૂ પી અને દંગલ કરતા શકશો અને અલગ અલગ જગ્યા ઉપરથી ઝડપી પાડયા છે.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાંથી સુરેન્દ્રનગર સિટી પોલીસે ગઈકાલે ચાર અલગ અલગ જગ્યા ઉપરથી દારૂ પી અને નાટક કરતા દારૂડિયાઓ ને ઝડપી પાડ્યા છે તેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની બહુચર હોટલ પાસેથી અને અજરામર ટાવર ચોક પાસેથી અને અન્ય બે સ્થળોએથી સુરેન્દ્રનગર સીટી પોલીસ ને શહેરીજનો દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ ચાર દારૂડિયાઓ ને ઝડપી પાડયા છે.સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના એક હજાર મીટર થી લઇ 500 મીટર ની દુરી એ દેશી દારૂનું વેચાણ થતું હોવાની ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસરી જવા પામી છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પોલીસ મથક આવેલું છે. જેને થી 500 મીટરના અંતરે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની રાવ ફરિયાદ સુરેન્દ્રનગર શહેરીજનોમાં ઉઠવા પામી છે ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા દેશી દારૂ પી અને શહેરી વિસ્તારમાં દંગલ કરતાં ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે.ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલીસ ફક્ત દારૂ પીને દંગલ કરનારને ઝડપી લેતી હોય ત્યારે બીજી તરફ દેશી દારૂની ભઠ્ઠીઓ સુરેન્દ્રનગર સિટી પોલીસ થી 500 મીટરના અંતરે ચાલી રહી છે તેના ઉપર કોઈપણ જાતની કાર્યવાહી સીટી પોલીસ કરતી ન હોવાની રાવ ફરિયાદ સુરેન્દ્રનગર શહેરીજનોમાં ઉઠવા પામી છે અને આ એક ચર્ચાનો પણ વિષય સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં બની જવા પામ્યો છે ત્યારે આ બાબતે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યા આ બાબતને ધ્યાને લઇ અને આવા દેશી દારૂના વેચાણ કરતા ઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચના આપે તેવી શહેરીજનોની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.