સમગ્ર દેશમાંથી આવેલા ૧૪૭૭ ડાન્સરોને રાજકોટના ૩૩ ડાન્સરોના ગ્રુપે પછાડયા
તાજેતરમાં ઓલ ઈન્ડિયા ડાન્સ લીગ હેઠળ દેશના ૧૪૭૭ થી વધુ ડાન્સરોને પર્ફોમન્સ દર્શાવવાની તક મળી હતી. જેમાં રાજકોટની ઓલ ઈન્ડિયા ડાન્સ એકેડેમીએ મેદાન માર્યું છે. આ એકેડેમીના ૩૩ બાળકોના ગ્રુપે પ્રથમ ક્રમ મેળવ્યો છે.
આજરોજ સુરભી ડાન્સ એકેડેમીના સંચાલક પેશ ત્રિવેદી તેમજ ડાન્સ સ્પર્ધામાં ભાગ લેનાર નૈત્રા જાદવ, રોહિત ઠાકર, હેની ઉકાણી, નિરાલી રાવલ અને રિદ્ધિ ત્રિવેદી સહિતના અબતકની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમને કહ્યું હતું કે, મોરબીમાં ઓલ ઈન્ડિયા ડાન્સ લીગનો ફીનાલે યોજાયો હતો. જેમાં મુંબઈ, ચેન્નઈ અને પુણે સહિતના શહેરોમાંથી અનેક ડાન્સરોએ ભાગ લીધો હતો.
ઓલ ઈન્ડિયા ડાન્સ લીગમાં સિનિયર કેટેગરીમાં સુરભી ડાન્સ એકેડેમીના ૩૩ બાળકોના ગ્રુપે ઉત્કૃષ્ઠ વેસ્ટર્ન ડાન્સ રજુ કર્યો હતો. જેને એબીસીડી મુવી ફેઈમ ધર્મેશસર દ્વારા વખાણવામાં આવ્યો હતો. આ ડાન્સ સ્પર્ધાની તૈયારી બાળકોએ ૩ મહિનાથી વધુ સમય સુધી કરી હતી. તેમના આ ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ ઠેર-ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com