સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘પહ્માવત’ને પ્રતિબંધ મુકત કરતા ચાર રાજય સરકારોની મુશ્કેલીઓ વધી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મઘ્યપ્રદેશ એમ ચાર ભાજપ શાસિત રાજય સરકારોએ સેંસર બોર્ડે પાસ કરી દીધા બાદ પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકયો હતો. આથી નિર્માતા સંજય લીલા સુપ્રીમમાં ગયા હતા ગઇકાલે સુપ્રીમે પ્રતિબંધ હટાવી લેવા હુકમ કરતા હવે રપમીએ દેશભરમાં પહ્માવત છૂટથી રજુ થશે.
સેંસર બોર્ડે ફિલ્મને પાસ કરી એટલે નિર્માતા પાસે પરવાનો છે પરંતુ હવે રાજય સરકારો માટે મુશ્કેલી વધી છે કેમ કે સુપ્રીમના આદેશ બાદ પણ ચોકકસ સંગઠનો ફિલ્મ પહ્માવતને રીલીઝ થવા દેવા માગતા નથી. તેનો વિરોધ કરી રહ્યા છે.
ગઇકાલે સાંજથી જ રાજકોટ સહિત દેશભરમાં ઉહાપોહ શ‚ થઇ ગયો રાજકોટમાં હાઇવે પર તોફાનીઓએ ટાયરો સળગાવ્યા રપમીએ જનતા કફર્યુનું એલાન અપાયું છે. રાજયમાં પણ અનેક સ્થળે વિરોધ શરુ થઇ ગયો છે.
ગઇકાલે પહ્માવત પર ફેંસલો સંભળાવતા ચીફ જસ્ટિસે કહ્યું કે, સેંસર બોર્ડે પાસ ન હતી કરી તે ફિલ્મ ‘બેન્ડીસટ કવીન’ ભારતમાં રીલીઝ થઇ શકે તો ‘પહ્માવત’કેમ નહીં? હજુ તો લોકોએ ફિલ્મ જ જોઇ નથી તો પછી વિરોધ કયા આધારે ? બધુ મનઘડંત ?
બીજી તરફ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે સરકાર સુપ્રીમના આદેશનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરશે. આમ છતાં તોફાનીઓને કાબુમાં લેવા પોલીસને સુચના અપાઇ છે.
દરમિયાન, લોકલ લેવલે હાઇવે પર ટાયર સળગાવાયા હતા રાત્રે રેલી કઢાઇ હતી. હાઇવે પર ચકકાજામ થઇ ગયા હતા આગળના કાર્યક્રમ માટે શુક્રવારે મીટીંગનું પણ આયોજન રખાયું છે.
સિનેમાઘરો પર ખડકાશે પોલીસની ફૌજ
ફિલ્મ ‘પહ્માવત’રીલીઝ કરનારા સિનેમા માલિકોએ જણાવ્યું હતું કે અમે પોલીસ બંદોબસ્ત સાથે ફિલ્મ બતાવીશું સુપ્રીમ કોર્ટે હા પાડી દેતા હવે અમને પહ્માવત રજુ કરતા કોઇ રોકી શકે નહી કાયદાનું રક્ષણ છે.
જો કે પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી હજુ કોઇ જ પ્રતિક્રિયા આવી નથી બય ધ વે, પહ્માવતમાં દીપીકા પડુકોન, શાહીદ કપુર અને રણવીરસિંહની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મ ‘પહ્માવત’ હવે આગામી રપમી જાન્યુઆરીએ રીલીઝ થશે જ