વાહન અકસ્માત સંબંધિત કેસની તપાસ માટે સ્પેશ્યલ યુનિટ નિમવાનો આદેશ

પોલીસે ગુન્હો નોંધ્યાના ૪૮ કલાકમાં ટ્રીબ્યુનલ હેઠળ ફર્સ્ટ રિપોર્ટ દાખલ કરવો પડશે

સુપ્રીમ કોર્ટે રાજ્યોને મોટર અકસ્માત વળતર દાવાના કેસોની તપાસ માટે ત્રણ મહિનાની અંદર પોલીસ સ્ટેશનોમાં એક વિશેષ એકમ સ્થાપવા નિર્દેશ આપ્યો છે.  સૂચનાઓ જારી કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સાર્વજનિક સ્થળે મોટર વાહન સાથે સંકળાયેલા માર્ગ અકસ્માતની માહિતી પ્રાપ્ત થવા પર સંબંધિત પોલીસ સ્ટેશન હાઉસ ઓફીસર (એસએચઓ) મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટની કલમ ૧૫૯ મુજબ પગલાં લેશે. આ હેઠળ, પોલીસને અકસ્માતની માહિતીનો અહેવાલ ત્રણ મહિનામાં ક્લેમ ટ્રિબ્યુનલમાં દાખલ કરવાનો રહેશે.

જસ્ટિસ એસ.એ.નઝીર અને જસ્ટિસ જે.કે. મહેશ્વરીએ અવલોકન કર્યું કે અમારા મતે રાજ્યના ગૃહ વિભાગના વડા અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિર્દેશકે મોટર અકસ્માત વળતર દાવાની સુલભતા માટે શહેરી સ્તરે ઓછામાં ઓછું એક વિશેષ પોલીસ સ્ટેશન સ્થાપવું જોઈએ. યુનિટની રચના કરીને નિયમોનું પાલન સુનિશ્ચિત રીતે થાય અને તપાસ થાય તેવું સુનિશ્ચિત થવું જોઈએ.

જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જેકે મહેશ્વરીની બેન્ચે જણાવ્યું હતું કે, “મોટર વ્હીકલ એક્ટ (એમવી એમેન્ડમેન્ટ એક્ટ)અને તેના હેઠળ બનાવેલા નિયમોના અસરકારક અમલીકરણ માટે મોટર અકસ્માતના દાવાના કેસોનો સામનો કરવા માટે ચોક્કસ પ્રશિક્ષિત પોલીસકર્મીઓની પ્રતિનિયુક્તિની જરૂર છે.

મોટર અકસ્માતોને લગતા મામલાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે બેન્ચ દ્વારા પોલીસ અને વીમા કંપનીઓને જારી કરવામાં આવેલી મુખ્ય માર્ગદર્શિકા અહીં છે.  સાર્વજનિક સ્થળે મોટર વાહન દ્વારા માર્ગ અકસ્માતની માહિતી મળતાં, સંબંધિત પોલીસ સ્ટેશને મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટની કલમ ૧૫૯ મુજબ કાર્યવાહી કરવી જોઈએ. મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ રૂલ્સ, ૨૦૨૨ મુજબ એફઆઈઆર નોંધ્યા પછી તપાસનિશ અધિકારીએ ૪૮ કલાકની અંદર ક્લેમ્સ ટ્રિબ્યુનલને પ્રથમ અકસ્માત અહેવાલ આપવો પડશે. વચગાળાનો અકસ્માત અહેવાલ અને વિગતવાર અકસ્માત અહેવાલ પણ નિયત સમય મર્યાદામાં ક્લેમ્સ ટ્રિબ્યુનલ સમક્ષ દાખલ કરવાનો રહેશે.

નોંધણી અધિકારીએ નોંધણી, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનની ફિટનેસ, પરમિટ અને વાહનના અન્ય આનુષંગિક મુદ્દાઓની ચકાસણી કરવાની રહેશે અને પોલીસ અધિકારી સાથે સંકલન કરીને દાવો ટ્રિબ્યુનલ સમક્ષ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.  ફ્લો ચાર્ટ અને અન્ય તમામ દસ્તાવેજો, જે નિયમોમાં ઉલ્લેખિત છે, તે  સ્થાનિક ભાષામાં અથવા અંગ્રેજી ભાષામાં હોવા જોઈએ. તપાસ અધિકારી પીડિત/કાનૂની પ્રતિનિધિઓ, ડ્રાઇવરો, માલિકો, વીમા કંપનીઓ અને અન્ય હિતધારકોને કાર્યવાહી અંગે જાણ કરશે અને ટ્રિબ્યુનલ સમક્ષ સાક્ષીઓને રજૂ કરવા માટે પગલાં લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.