“હવનમાં હાડકા”?
અયોધ્યામાં રામમંદિરના ચૂકાદા સામે થયેલી ૧૮ રિવ્યુ પીટીશનો ચલાવવા યોગ્ય છે કે કેમ? તે અંગે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ આજે બંધ ચેમ્બરમાં હુકમ કરશે
અયોધ્યામાં રામજન્મભૂમિક સ્થાન પર મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવ્યાનું પૂરવાર થતા ગત તા.૯મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ સ્થાન પર રામમંદિર બનાવવાનો ઐતિહાસીક ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદાથી દાયકાઓથી આ મુદે ચાલ્યા આવતા વિવાદનો અંત આવવાની આશા સેવાય રહી હતી. પરંતુ, સારા કામમાં સો વિઘ્ન અને હવનમાં હાડકાની કહેવત મુજબ સુપ્રીમ કોર્ટના પાંચ જજોના ચૂકાદા સામે ૧૮ રીવ્યુ પીટીશનો રજૂ થઈ હતી. આ રીવ્યુ પીટીશનો સુનાવણી કરવા યોગ્ય છે કે કેમ તેની આજે સુપ્રીમ કોર્યની એક બેંચ બંધ ચેમ્બરમાં સુનાવણી કરશે. આ બેંચને રીવ્યુ પીટીશનોમાં ન્યાય તોળવા લાયક મહત્વ મુદો લાગશે તો તેના પર કોર્ટમાં સુનાવણી યોજશે અન્યથા આ પીટીશનોને સુનાવણી યોગ્ય ન ગણાવીને રદ કરી નાખશે જેથી આમુદે આજે મહત્વપૂર્ણ નિર્ણય થનારો છે.
સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલામાં કરવામ આવેલી ૧૮ રિવ્યુ પીટીશનો પર આજે બંધ ચેમ્બરમાં એક ખંડપીઠ સુનાવણી કરશે આ દરમિયાન નકકી કરવામા આવશે કે આ અરજીઓ પર સુનાવણી ઓપન કોર્ટમાં કરવામાં આવશે કે નહિ. સાથે જ આ અરજીઓનાં મેરિટ પર પણ વિચાર કરવામાં આવશે. આ પહેલાક નિમોહી અખાડાએ પણ રિવ્યુ અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. નિમોહી અખાડાએ તેની રિવ્યુ પીટીશનમાં જણાવ્યું છે કે આનિર્ણયના એક મહિના બાદ પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમનીભૂમિકા નકકી નથી કોર્ટ આ મામલામાં સ્પષ્ટ આદેશ આપે. ચીફ જસ્ટીસ એસ.એ. બોબડેની સાથે જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસા અશોક ભૂષણ જસ્ટિસ એસ. અબ્દુલ નજીર અને સંજીવ ખન્ના આ રિવ્યુ પીટીશનો પર સુનાવણી કરશે.
આ ખંડપીઠમાં જસ્ટિસ સંજીવ ખન્નાનવા છે. પ્રથમ બેંચની આગેવાની કરનાર તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર્ડ થઈ ચૂકયા છે. જે બાદ સંજીવ ખન્નાએ તેમનું સ્થાન લીધું છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલામાં ૯ નવેમ્બરે ચૂકાદો સંભળાવ્યો હતો. કોર્ટે વિવાદિત જમીન રામલ્લાને એટલેકે રામ મંદિર બનાવવા આપવા માટેનો નિર્ણય કર્યો હતો.
આ અગાઉ મુસ્લિમ પક્ષ તરફથી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલેમા-એ-હિન્દએ પણ રિવ્યુ પિટિશન કરી છે. અખીલ ભારતીય હિન્દુ મહાસભાએ પણ એક રિવ્યુ પિટિશન કરીને મુસ્લિમ પક્ષકારોને મસ્જિદ બનાવવા પાંચ એકર જમીન આપવાના હુકમને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં ૧૮ રિવ્યુ પિટિશન દાખલ થઈ છે. સુપ્રીમ કોર્ય તેના પર સુનાવણી કરશે.બીજી તરફ એનએસએ અજિત ડોભાલે અયોધ્યામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા બદલ યુપીના મુખ્ય સચિવ અને ડીજીપીની પ્રશંસા કરી છે. ડોભાલે આ અંગે પત્ર મોકલ્યો છે.