વડી અદાલતે ૧૮ રિવ્યુ પીટીશન ફગાવતા રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો
અયોધ્યા ચુકાદાની વિરુધ્ધમાં દાખલ કરવામાં આવેલી તમામ ૧૮ પુન:વિચાર અરજીઓને વડી અદાલતે ગઈકાલે ફગાવી દીધી હતી. હવે આ કેસમાં વધારે સુનાવણી વાની શકયતા નથી. સુપ્રીમ કોર્ટને મોટાભાગની અરજીઓ દમ વગરની લાગતા એક ઝાટકે ફગાવી દીધી હતી.
અહીં નોંધનીય છે કે, આ કેસમાં કુલ ૧૮ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તે પૈકીની ૯ અગાઉના મુળ અરજદાર દ્વારા દાખલ થઈ હતી. જ્યારે બાકીની ૯ થર્ડ પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવી હતી. જો કે હવે અયોધ્યા વિવાદમાં વડી અદાલતે ચુકાદાને પડકારતી તમામ રિવ્યુ પીટીશન ફગાવી દીધી હતી. વડી અદાલતે ગત મહિને અયોધ્યા વિવાદ પર ચુકાદો આપી રામ મંદિરનો માર્ગ મોકળો કરી દીધો હતો. ત્યારબાદ ઓલ ઈન્ડિયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડએ ચુકાદાની વિરુધ્ધમાં અરજી કરી હતી. નિર્મોહી અખાડાએ પણ રિવ્યુ પીટીશન દાખલ કરી હતી. જો કે, વડી અદાલતના ચિફ જસ્ટીસ એસ.એ.બોબડેની આગેવાનીવાળી ૫ સભ્યોની ખંડપીઠે ગોપાલસિંઘ વિસરાદ, નિર્મોહી અખાડા, સુન્ની વકફ બોર્ડ, રામલલ્લા બિરાજમાન સહિતની ૪ અરજીઓને ધ્યાન પર લીધા બાદ તેને પણ ફગાવી હતી.
આ અરજીઓ ફગાવતી વખતે ખંડપીઠે કહ્યું હતું કે, ચુકાદાનો પુન: વિચાર કરતી અરજીઓને ઓપન કોર્ટમાં રિવ્યુ કરવાની અરજીઓ ફગાવવામાં આવે છે. અમે પુન: વિચારની અરજીઓને ધ્યાની લીધી હતી. જો કે, આ અરજીઓને સ્વીકારવા માટે કોઈ કારણ જણાતું ની. માટે ફેર વિચારની અરજીઓને ફગાવવામાં આવે છે.
અહીં નોંધનીય છે કે, વડી અદાલતના ચુકાદાની વિરુધ્ધ યેલી તમામ ૧૮ રિવ્યુ પીટીશનને ન્યાયાધીશોએ ફગાવી દેતા આ કેસમાં હવે વધારે કોઈ સુનાવણી ાય તેવી શકયતા નથી. પરિણામે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થઈ ગયો છે. વડી અદાલતને આ કેસમાં મોટાભાગની અરજીઓ દમ વગરની લાગી હતી. જેથી તેને ઝાટકે ફગાવી દેવાઈ હતી.