દોષિતોને સજા, પિડિતોને ન્યાય આપવાનો આદેશ
ભારતમાં ગૌહત્યા પ્રતિબંધિત છે પરંતુ ગૌહત્યાના મામલે ઘણી વાર વણજોઈતી હિંસા થતી હોય છે. દેશની સર્વોચ્ચ અદાલતે હવે ગૌહત્યા મામલે થતી નાહકની હિંસા સામે સખ્ત બનવા આદેશ કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગૌહત્યાના નામે થતી હિંસાની ઘટનામાં જે દોષિત અને પીડિતોને જલ્દી ન્યાય મળવો જોઈએ.દેશમાં ગૌરક્ષાના નામે અનેક કૃત્યો સર્જાઈ રહ્યા છે. જેના મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે કિધુ કે જો લોકો ગૌરક્ષાના નામ પર ડિંડક ચલાવે છે તેમને સરકાર ચપેટમાં લેશે. બધા જ રાજયોની જવાબદારી છે કે તેઓ ગૌરક્ષાના નામે થતી હિંસાના પીડિતોને લાભ મળવો જોઈએ. કોર્ટે ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક અને યુપીને આદેશ આવ્યો કે પોતાની તકલીફોની રીપોર્ટ શુક્રવારે જ દાખલ કરે. તેમણે તેના રાજયોના રિપોર્ટ જમા કરી દીધા છે.તેમજ અન્ય રાજયોને પણ જલદી રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું જેના મામલે ૩૧ ઓકટોબરના રોજ ફેંસલો કરવામાં આવશે. આ વર્ષે એપ્રિલમાં કથિત ગૌરક્ષકોએ પહલુ ખાનની હત્યા તેને મારમારીને કરી હતી. પહલુ પોતાના પુત્ર સાથે ગૌમાસને હરિયાળાના નુહથી રાજસ્થાનના જયપુર લઈ જઈ રહ્યો હતો. સાથે જ આ મહિનાની શ‚આતથી જ બધા જ રાજયોમાં ગૌરક્ષાના નામે ચાલનારી હિંસા પર રોક લગાવવા યોગ્ય નિર્ણયો લેવાશે.