કાલ કા કાલ ‘મહાકાલ’
મનુષ્યના પ્રદુષણે શિવલીંગને પણ બાકાત ન રાખતા સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો: શિવલિંગ ઉપર પંચામૃત, દૂધ, ઘી સહિતનો ચઢાવવા મુદ્દે નિયંત્રણ
કાલ કા કાલ મહાકાલના શિવલીંગને મનુષ્યના પ્રદુષણના કારણે ધસારો થયો છે. પંચામૃત, અશુદ્ધ દૂધ, ઘી, દહીં સહિતનું ચડાવવામાં આવતા શિવલીંગને નુકશાન પહોંચતું હોવાના આક્ષેપ થયા હતા. દરમિયાન આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા વડી અદાલતે શિવલીંગને સુરક્ષીત રાખવા કેટલાક ધારા-ધોરણો નક્કી કર્યા છે.
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતા શિવલિંગને ધસારાથી બચાવવા માટે તમામ આદેશો આપ્યા છે. અદાલતનું કહવું છે કે મંદિરના શિવલિંગ પર કોઈ પણ ભક્ત પંચામૃત નહીં ચઢાવે. પરંતુ શુદ્ધ દુધથી પુજા કરાશે. અદાલતે મંદિરની કમિટીને કહ્યુંકે તે ભક્તો માટે શુદ્ધ દુધની વ્યવસ્થા કરે અને તે સુનિશ્ચિત કરે કે કોઈ અશુદ્ધ દુધ શિવલિંગ પર ન ચઢાવે. જસ્ટિસ અરુણ મિશ્રાએ પોતાના કાર્યકાલના અંતમાં આ નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણય સંભળાવતા જસ્ટિસ મિશ્રાએ કહ્યુંકે ભગવાન શિવની કૃપાથી આખરે નિર્ણય પણ થઈ ગયો છે.
દહીં, ઘી અને મધુ લેપન(રબ) કરવાના કારણે શિવલિંગનું પડ ક્ષરણ થઈ રહ્યું છે. આ યોગ્ય રહેશે કે મર્યાદિત માત્રામાં શુદ્ધ દૂધ શિવલિંગ પર ચઢાવવામાં આવે. પરંપરાગત પૂજા ફક્ત શુદ્ધ વસ્તોથી થતી રહી છે. પુજારી તથા પંડિતો આ વાતને સુનિશ્ચિત કરે કે કોઈ પણ ભક્ત શિવલિંગને ન લેપે. જો કોઈ ભક્ત એવું કરતો ઝડપાયો તો પુજારીની જવાબદારી રહેશે. કોઈ ભક્ત શિવલિંગને લેપશે અથવા રગળશે નહીં પરંતુ મંદિર દ્વારા પંરપરાગત પુજા થશે. ગર્ભગૃહમાં પૂજા સ્થળની ૨૪ કલાકની રેકોર્ડિંગ કરવામાં આવશે અને ૬ મહિના માટે તેને સાચવવામાં આવશે. કોઈ પણ પુજારી આ મામલાના આદેશનું ઉલંઘન કરે છે તો મંદિર કમિટી એક્શન લઈ શકે છે. કોઈ પણ ભક્ત પંચામૃત નહીં ચઢાવે. પરંતુ મંદિર દ્વારા પરંપરાગત પુજામાં તેનો ઉપયોગ થઈ શકે છે.