દરેક જિલ્લાના નોડલ ઓફિસર નિયુકત કરવા સરકારને આદેશ: અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ સોંપવા તાકીદ

દેશમાં ગૌરક્ષાના નામે હિંસા અને હત્યાની વધી રહેલી ઘટનાઓ મામલે સર્વોચ્ચ અદાલતે સખ્ત વલણ અપનાવ્યું છે. આવા બનાવો રોકવા વડી અદાલતે સરકારને દરેક જિલ્લામાં એક નોડલ ઓફિસર તૈનાત કરવા આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે રાજય સરકારોને આદેશ આપ્યો છે કે, દરેક જિલ્લામાં વરિષ્ઠ પોલીસ અધિકારીને નોડલ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવે. કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારને ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેનાર કડક પગલા ભરવા તાકિદ કરી છે. સુપ્રિમ કોર્ટે રાજયોના મુખ્ય સચિવોને આ સંબંધે કરાયેલી કાર્યવાહીનો વિગતવાર રિપોર્ટ અઠવાડિયામાં સોંપવા કહ્યું છે.આ મામલે સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડિશનલ સોલિસીટર જનરલ (એએસજી) તુષાર મહેતાએ ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેનાર સામે કાયદો હોવાથી દલિલ કરી હતી. તેમની આ દલિલ પર ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, અમને ખબર છે કે કાયદો છે. પણ કાર્યવાહી કઈ કરવામાં આવી છે ? સરકાર સુનિશ્ર્ચિત કાર્યવાહી કરી શકે છે. જેથી આવી ઘટનાઓ કદી ન બને.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.