કોર્ટ બહાર મંદિરના પ્રશ્નોનો ઉકેલ ભાઇચારો વધારશે?
અયોધ્યા વિવાદની બે મુખ્ય પાર્ટી મુસ્લિમ તરફી સુન્ની વકફ બોર્ડ તેમ હિન્દુ તરફી નિર્વાણી અખાડાએ મધ્યસ્થીની માંગણી કરી
બે પક્ષો વચ્ચે કોઈપણ મુદ્દે વિવાદ સર્જાય તો તેમાં ન્યાય તોળવા માટે છેલ્લે કોર્ટનો સહારો લેવામાં આવતો હોય છે. કોર્ટના હુકમી કોઈપણ વિવાદનું નિવારણ આવે ત્યારે એક પક્ષ રાજી તો હોય છે જ્યારે બીજો પક્ષ નારાજ તો હોય છે. જેી બન્ને પક્ષો વચ્ચે જે વિવાદી કોર્ટ કેસ યા હોય છે. તેની કડત્તાસ કોર્ટના હુકમ બાદ પણ યાવત રહેતી હોય છે. જેની કોર્ટના હુકમ બાદ પણ ભાઈચારો વધવાના બદલે વૈમનસ્ય વધતું હોય છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મભૂમિની માલિકી મુદ્દે લાંબા સમયી હિન્દુ-મુસ્લિમ પક્ષકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે ભગવાન શ્રીરામે આપેલા તમામ ક્ષેત્રમાં મર્યાદાના જીવન સંદેશને અપનાવીને આ કેસમાં હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષકારોએ કોર્ટ બહાર સમાધાન કરવા સુપ્રીમ કોર્ટમાં ટહેલ નાખી છે.
અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે આ કેસએ રસપ્રદ વળાંક લીધો છે. સુનાવણીના ૨૩ દિવસ પછી, બંને હિન્દુ અને મુસ્લિમ પક્ષોના પક્ષકારોએ હવે કોર્ટની બહાર વાટાઘાટો કરીને મુદ્દાને સમાધાન કરવા માંગણી કરી છે. આ માટે, બે મોટા પક્ષકારો સુન્ની વકફ બોર્ડ અને નિર્વાણી અખાડાએ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી આર્બિટ્રેશન પેનલને પત્ર લખ્યો છે.
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે અગાઉ મધ્યસ્થી ઉકેલવા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ૧૫૫ દિવસ સુધી પ્રયાસો પણ કર્યા હતા. પરંતુ કોઈ સમાધાન થઈ શકયુ ન હતું. આ વિવાદના સમાધાનમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો સફળ ન હોવાનું બહાર આવ્યું હતું. મધ્યસ્થી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી પેનલમાં ત્રણ આગેવાનો સામેલ હતા. જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એફએમ કાલિફેલા, વરિષ્ઠ એડવોકેટ શ્રીરામ પંચુ અને શ્રી શ્રી રવિશંકરને રાખવામાં આવ્યાં હતાં. આ પછી, સુપ્રીમ કોર્ટમાં આ કેસની દૈનિક સુનાવણી શરૂ થઈ. હાલમાં, હિન્દુ પક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને મુસ્લિમ પક્ષ તેની દલીલો મૂકી રહ્યો છે. આ કેસની સુનાવણી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ કરી રહી છે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં ન્યાયાધીશ એસ.એ.બોબડે, ડી.વાય.ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નઝીર શામેલ છે.
હકીકતમાં, સુન્ની વકફ બોર્ડે, જે અત્યાર સુધીમાં જમીનની માલિકીની માંગ કરી રહ્યું છે, તેણે લવાદ માટે પત્ર લખ્યો છે. તે ઇચ્છે છે કે આ મુદ્દાને હલ કરવાનો પ્રયાસ ફરીથી સંવાદથી થાય. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાતચીત ઉલેમા-એ-હિંદના મૌલાના અરશદ મદનીના કટ્ટરવાદી વલણ અને રામ જન્મભૂમિ ન્યાસના વિવાદિત સ્થળ પર મંદિર બનાવવાની માંગ સાથે બગડી હતી.
સુન્ની મુસ્લિમ વકફ બોર્ડની જેમ જ નિર્વાણી અખાડાએ પણ પત્ર લખીને વાટાઘાટ કરવાની તૈયારી દર્શાવતા જણાવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, નિર્વાણી અખાડાએ ત્રણ મોટા રામાનંદી અખાડામાંનો એક છે જે હનુમાન ગઢી મંદિરની જાળવણી કરે છે. નિર્મોહી અખાડા પણ નિર્વાણી અખાડા સાથે સંમત છે.
ઉલેમા-એ હિંદ અને રામ જન્મભૂમિ ન્યાસને કારણે વાટાઘાટો તૂટી પડે તે પહેલાં બંને પક્ષો લગભગ આખરી નિર્ણય પર પહોંચ્યા હતા. આમાં, મુસ્લિમ પક્ષ વિવાદિત સ્થળ જ્યાં હિન્દુ પક્ષ મંદિર બનાવવા માંગે છે તેના પર દાવો છોડી દેવા તૈયાર હતો. તેના બદલામાં મુસ્લિમોને અન્ય સ્ળે મસ્જિદ બાંધકામ માટે નાણાં આપવાના હતા. પુનર્નિર્માણ માટે ઇચ્છતા બંને પક્ષોને લાગે છે કે ચીફ જસ્ટિસ માટે મંજૂરી આપવી મુશ્કેલ કામ નથી અને સુપ્રીમ કોર્ટની સુનાવણી સાથે આ મધ્યસ્થની વાટાઘાટ) વારાફરતી ચાલી શકે છે તેવી સંભાવના ઉભી થવા પામી છે.