પાંચ રાજયોની ચૂંટણીમાં વિજેતા યેલા દર પાંચ ધારાસભ્યોમાંથી એક સામે ગંભીર ગુનો નોંધાયો હોવાનો ઘટસ્ફોટ
તાજેતરમાં જ પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ બાદ દર પાંચ ધારાસભ્યોએ એક સામે ગંભીર ગુનાનો કેસ હોવાની વાત સામે આવતા ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટને દોષિત નેતાઓ સામે આકરા પગલા લેવા અરજી કરી છે. દોષિત નેતાઓ માત્ર છ વર્ષ જ નહીં પરંતુ આજીવન ચૂંટણી ન લડી શકે તે માટે વડી અદાલતને ચૂંટણીપંચે અરજ કરી છે.
ચૂંટણીપંચે આ મામલે વડી અદાલતમાં એફીડેવીડ કર્યું છે. અગાઉ પણ પંચે કેન્દ્ર સરકારને દોષિત નેતાઓ સામેના પગલા અંગે ભલામણ કરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. તા.૩ માર્ચના રોજ અગાઉ ચૂંટણીપંચે કરેલી પીટીશન બાબતે સરકાર અને પંચને પોતાનું સન નિશ્ર્ચિત કરવા વડી અદાલતે છેલ્લી તક આપી છે.
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણીપુર અને ગોવામાં ચૂંટાયેલા ૧૯૨ નવા ધારાસભ્યો સામે ક્રિમીનલ કેસ ચાલતા હોવાનું સામે આવ્યું છે. જેમાંી અનેક સામે ગંભીર ગુના છે. તેઓને છ કે વધુ વર્ષની સજા ઈ શકે છે. ત્યારે આવા ગુનેગારો સામે કડક હો કામગીરી કરવા સુપ્રીમને ચૂંટણીપંચે અરજ કરી છે. આવા નેતાઓ સામે ઝડપી કેસ ચલાવવા પણ અરજીમાં જણાવાયું છે.