અખિલ ભારતીય અખાડા પરિષદે ઢોંગી જાહેર કરેલા ૧૭ બબાઓનાં આશ્રમોમાં મહિલાઓ સહિત હજારો શ્રધ્ધાળુઓને
ધાકધમકી અને નશીલી દવાઓ આપીને કેદીની જેમ રખાતા હોવાનો સુપ્રીમમાં અરજદારની અરજી
આપણા દેશમાં સદીઓથી ધર્મને જીવનનો અમૂલ્ય અંગ ગણવામાં આવે છે. જેના કારણે મોટાભાગના લોકો આસ્તિક છે. લોકોની ધર્મની પ્રત્યેની ભારે આસ્થાને લઈને છેલ્લા થોડા દાયકાઓથી ઢોંગી બાબા, ફકીરો, પાદરીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. ધર્મના નામે પાખંડ ચલાવતા આવા તત્વો લોકોના દાનના પૈસામાંથી અતિઆધુનિક સુવિધાવાળા ફાઈવસ્ટાર આશ્રમો બનાવવા લાગ્યા છે. આવા આશ્રમોમાં રહેતા અંધભકતોને કેદીઓની જેમ ગોંધી રાખવા ખાનગી સુરક્ષા કર્મીઓ પણ રાખવામાં આવતા હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. આવા એક જ ઢોંગી બાબાના આશ્રમમાં ગોંધી રખાયેલા ભકતોને મૂકત કરાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે આ અરજીના અનુસંધાને સુપ્રીમે આવા ઢોંગી બાબાઓનાં આશ્રમ પર તુટી પડવા મુદે સરકાર સામે સવાલ ઉઠાવીને જવાબ માંગ્યો છે.
અરજદાર ડી.રામારેડ્ડીએ તેની અમેરિકામાં અભ્યાસ કરેલી પુત્રી સહિત અનેક મહિલાઓને આધ્યાત્મિક વિશ્ર્વ વિદ્યાલયના દિલ્હીના રોહીણી વિસ્તારમાં આશ્રમમાં કેદ કરવામાં આવ્યાનો આરોપ મૂકયો છે. જેથી
રામારેડ્ડીએ આ આશ્રમ ચલાવતા વીરેન્દ્ર દેવ દિક્ષિત ઉપરાંત અયોધ્યાના અખિલ ભારતીય અખાડા પરિષદે ઢોંગી જાહેર કરેલા આસારામબાપુ, રાધેમાં, ગુરૂમિત રામરહીમ સ્વામી, અસિમાનંદ, રામપાલ સહિતના ૧૭ ઢોંગી બાબાઓનાં આશ્રમમાં કેદીની જેમ રખાતા શ્રદ્ધાળુઓને છોડાવવા સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી આ અરજદારે આ ઢોંગી બાબાઓનાં દેશભરમાં આવેલા સેંકડો આશ્રમો અને સંસ્થાઓમાં બંધકની જેમ રહેતા શ્રદ્ધાળુઓને હાલમાં કોરોનાના કહેરની સ્થિતિમાં જે રીતે જેલમાંથી કેદીઓને સરકારે મુકત કર્યા તેમ મુકત કરવા દાદ માંગી છે.
સુપ્રીમ કોર્ટનાં સીજેઆઈ એસએએલડે અને જસ્ટીસ આર.એસ. રેડી અને એ.એસ. બોપન્નાએની ખંડપીઠે આ અરજીની સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાને અરજદારે આ અરજીમાં ઉઠાવેલા મુદા અંગે સરકાર શુયં કાર્યવાહી કરવા માંગે છે તેનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્યની ખંડપીઠે ઢોંગી બાબાનાં આશ્રમો પર તુટી પડવા સરકાર શું આયોજન કરી રહી છે. તેવો સવાલ ઉઠાવીને તેનો જવાબ જૂ કરવા પણ જણાવ્યું છ. અરજદાર રામારેડ્ડીએ આ અરજીમાં એવો પણ આક્ષેપ કયો છે કે સરકારી અધિકારીઓની નિષ્ક્રીયતાનાં કારણે ઢોંગી બાબાઓ આશ્રમ ચલાવી રહ્યા છે. મહિલાઓ અને શ્રધ્ધાળુ નિદોર્ષ લોકોને ધર્મના નામે ફસાવવામાં આવી રહ્યા છે. આવા હજારો લોકોને આશ્રમમાં ફરજીયાત રોકી રાખવા ધાકધમકી અને નશીલી દવાઓ પણ અપાઈ રહી છે.