જનહિત અરજી માત્ર જરૂરિયાતમંદ તેમજ આર્થિક અસક્ષમ લોકો માટે છે, રાજકારણીઓ માટે નહીં: ચીફ જસ્ટીસ
સુપ્રિમ કોર્ટે શુક્રવારના રોજ જનહિતની અરજીના ગેરઉપયોગ મામલે જણાવ્યું હતું કે, જનહિત અને રાજકારણીય ફાયદાઓને લીધે કોર્ટનીકાર્યવાહીમાં દખલગીરી થઇ રહી છે. સીબીઆઇના અધિકારી વર્ષ ૨૦૧૫માં સુપ્રિમ કોર્ટેને અરજી કરી હતી. તે ખુદ સમાજ પાર્ટીમાં નેતા છે. જયારે તેમની અરજીની સુનવાણી હતી ત્યારે અરજદાર કોર્ટે પહોંચી શકયો ન હતો જેનું તેણે રાયપુરમાં વડાપ્રધાનની સભાનું કારણ આપ્યું હતું.
જો કે અરજદારજની અરજી ફગાવી દેવામાં આવી હતી તેમજ હાઇ કોર્ટ દ્વારા તેને રૂ ૨,૫૦,૦૦૦નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. અરજદારને કોર્ટના નિયમોનું ઉલ્લધન કરવા તેમજ વડાપ્રધાનને દોષી ગણાવવાના બદલામાં સજા ફટકારવામાં આવી હતી.
જયારે તેના કેસની સુનાવણી ચાલુ હતી. ત્યારે દલીલમાં અનિચ્છનીય વ્યવહાર બદલ તેને એક લાખનો જુમાનો કોર્ટને ભરવો પડયો હતો. જેને મામલે તેણે બે વર્ષ બાદ પીઆઇએલ નોંધાવી હતી જે રાજકારણ ક્ષેત્રે પીઆઇએલ માટે અપમાનજનક હતું. બીજી એક ઘટનામાં ભાજપના આગેવાન સુભ્રમનીયન સ્વામીએ કંપનીઓની સુરક્ષાની ગ્રાંટ મામલે કેન્દ્રને ચુનોતી આપી હતી. ચીફ જસ્ટીસ દિપક મીશ્રા, જસ્ટીસ એ.અમ. ખાનવિલ્કર અને ડી.વાય. ચન્દ્રચૂદે જણાવ્યું હતું કે પીઆઇએલ નિસહાય અને ગરીબો માટે છે.
માટે પીઆઇએલના નામે રાજકીય પક્ષોને લાભ આપવામાં આવશે નહી કારણ કે જનહીત અરજી માત્ર જરુરીયાતમંદોનો મુળભુત અધિકાર છે. અમે ખુદ પણ વ્યકિતગત રીતે હોદાનો ઉપયોગ કરીને જનહીતનો લાભ મેળવતા નથી તેઓ ખુદ પણ કોર્ટના નિયમોનું ઉલ્લધન કરતાં નથી.