રૂઢીઓની ઉંડી જળ કાયદાને મર્યાદિત કરી રહી છે?
સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા પર પુન: વિચારણાની માંગ કરતી ૪૮ અરજીઓ પર સુનાવણી
કર્ણાટકમાં સ્થિત અતિપ્રાચીન મંદીર એવા સબરીમાલામાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ૧૦ થી પ૦ વર્ષીય મહિલાઓના પ્રવેશ સુપ્રિમ કોર્ટે આ પ્રતિબંધ ઉઠાવી તમામ વયની મહિલાઓને મંદીરમાં પ્રવેશની છુટ આપી હતી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો કર્ણાટકમાં ભારે
વિરોધ થયો છે અને આ ચુકાદા પર પુન: વિચારણાની માંગ કરતી ૪૮ અરજીઓ દાખલ કરાઇ છે જેના પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરવાની છે અને મહિલાઓના સબરીમાલા પ્રવેશને લઇ પુર્ણનિર્ણય કરશે.
સુપ્રીમ કોર્ટે તમામ મહિલાઓને સમાન ગણાવી તમામને સમાન અધિકાર અને સ્વતંત્રતા આપી સબરીમાલા મુદ્દે મહત્વના ચૂકાદો સંભળાવ્યો હતો. આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટે ૩૭૭ અને ૪૯૮૭ જેવી કલમો રદ કરી અતિમહત્વના નિર્ણયો કર્યો હતો.
સુપ્રીમના ચુકાદાથી કાયદાકીય રીતે તો આ બધુ સારુ ગણાઇ ગયું પરંતુ સામાજીક દ્રષ્ટિએ આજે પણ લોકો ગેરમાન્ય ગણાવી રહ્યા છે. જુના પુરાણ રીતી-રિવાજો અને રૂઢીઓની ઊંડી જળ સ્વતંત્રતા અને બંધારણીય હકકો છીનવી કાયદાને મર્યાદીત કરી રહ્યા છે.
સબરીમાલા મૃદ્દે પણ કંઇક આજ પ્રકારનો રૂખ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ કાયદા અને બંધારણની દ્રષ્ટિથી નિર્ણયો સંભળાવી લોકોની નકારાત્મક માનસિકતા દુર કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ કાયદાથી લોકોની માનસીકતા અને રૂઢીઓ બદલાવવી અશકય છે તેવું આ પરથી દ્રશ્યમાન થાય છે.
સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર છુટને લઇ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઇ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ એમ. જોસેફની ખંડપીઠ આજે પુર્ણ નિર્ણય સંભળાવવાની છે.