કેસમાં ત્રીજો પક્ષ દખલઅંદાજી કરી શકે નહીં તેમ કહી વડી અદાલતે સુબ્રમણ્યમ સ્વામી સહિતનાની અરજીઓ ફગાવી દીધી
વડી અદાલતે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સહિતનાની અરજી રદ્દ કરી છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કોઈપણ નવી અરજીની સુનાવણી કરવાની ના પાડી છે. અદાલતે જેટલી પર ઈન્ટરમી અપીલ હતી તેને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે અને સુનાવણી આગામી ૨૩ માર્ચ પર મુલત્વી રાખી છે.
સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસમાં હવનમાં હાડકા નાખવા યેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે, કેસમાં કોઈ ત્રીજો પક્ષ હસ્તક્ષેપ કરી શકે નહીં. આ ભૂમિ વિવાદનો મામલો છે. જેમાં ત્રીજો પક્ષ દખલઅંદાજી કેવી રીતે કરી શકે. કોઈ ત્રીજી પાર્ટી સમાધાન માટે કહી શકે નહીં. અદાલતમાં એક વકીલે દાવો કર્યો કે, અયોધ્યા કેસમાં સમાધાન ઈચ્છતા ૧૦ હજાર પ્રતિનિધિઓનો દાવો કરી રહ્યો છું, આ નિવેદન બાદ કોર્ટે સખત વલણ અપનાવ્યું હતું અને કોઈ ત્રીજો પક્ષ સમાધાન કરી ન શકે તેમ પર કહ્યું હતું.
મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ અશોક ભુષણ અને ન્યાયમૂર્તિ એસ.એસ.નજીબની ત્રણ સભ્યોવાળી વિશેષ ખંડપીઠે આ કેસમાં મુળ પક્ષકારોની દલીલોને સ્વીકારવામાં આવે તે વાતનો સ્વીકાર કર્યો હતો અને માત્ર મુળ પક્ષકારોને જ દલીલબાજીની મંજૂરી આપી હતી. અદાલતને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીને ફગાવી દીધી હતી. બીજી તરફ રામ જન્મભૂમિ વિવાદમાં નવો વળાંક પણ આવ્યો છે જેના કારણે વિવાદનો ઉકેલ મોડો શે તેવું જણાય આવ્યું છે. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયધીશોની સંવિધાન ખંડપીઠ અયોધ્યા મામલે સુનાવણી કરે કે નહીં તે મુદ્દે નિર્ણય લેવાશે. ઉપરાંત ૧૯૯૪માં સંવિધાન ખંડપીઠ દ્વારા અપાયેલા ચુકાદા ઉપર પણ નિર્ણય લેવામાં આવશે.
વર્ષ ૧૯૯૪માં સંવિધાન ખંડપીઠે કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ પઢવી એ ઈસ્લામના ઈન્ટ્રીગલનો ભાગ ની. આ સો રામ જન્મભૂમિમાં જેસે થે સ્થિતિ રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આ ખંડપીઠમાં પાંચ ન્યાયાધીશો સામેલ હતા.
૧૯૯૪માં પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે આપેલા ચુકાદા મામલે નિર્ણય લેવાઈ તેવી શકયતા
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,