કોર્પોરેટ પેઢીઓ અને વિદેશમાંથી મળતા અનલીમીટેડ ભંડોળ મામલે રાજકીય પક્ષો અને ચૂંટણીપંચ પાસે જવાબ માંગ્યો
દેશમાં રાજકીય પક્ષોને મળતા બેલગામ ભંડોળ ઉપર રોક લગાવવા મામલે સુપ્રીમ કોર્ટ આગળ આવી છે. કોર્ટે ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકાર પાસે આ મુદ્દે કાયદો બનાવવા જવાબ માંગ્યો છે. રાજકીય પક્ષોને મળતા ભંડોળ મામલે થયેલી જાહેર હિતની અરજીના અનુસંધાને વડી અદાલતે સરકારને ચૂંટણીપંચને ઈરાદો સ્પષ્ટ કરવા કહ્યું છે.
ચીફ જસ્ટીસ દિપક મિશ્રા અને જસ્ટીસ એ.એમ.ખાનવીલકર તથા ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે ચૂંટણીપંચને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી રાજકીય પક્ષોના અનલીમીટેડ પોલીટીકલ ડોનેશન મુદ્દે જવાબ માંગ્યો છે. વડી અદાલતમાં થયેલી જાહેર હિતની અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એકટ, રિ-પ્રેઝન્ટેશન ઓફ પીપલ (આરપી) એકટ, ઈન્કમટેકસ એકટ, કંપની એકટ અને ફોરેન ક્ધટ્રીબ્યુશન રેગ્યુલેશન એકટમાં રહેલી છટકબારીઓ અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે.
આ તમામ નાણાને લગતા કાયદાઓમાં રહેલી છટકબારીઓના કારણે રાજકીય પક્ષો અનલીમીટેડ બેનામી ભંડોળ મેળવી શકે છે. પરિણામે રાજકીય પક્ષોને મળતા ભંડોળની પ્રક્રિયા જરાક પણ પારદર્શક રહી નથી. તાજેતરમાં દિલ્હીની એનજીઓ એશોસીએશન ઓફ ડેમોક્રેટીક રાઈટ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.
નવા નિયમો અનુસાર રાજકીય દળો કોઈ પણ કોર્પોરેટ પેઢી પાસેથી ભંડોળ મેળવી શકે છે. રાજકીય દળોને નેટ પ્રોફીટમાંથી ૭ ટકા ભંડોળ આપવાની મંજૂરી અપાઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે મોદી સરકાર પર સવાલ કર્યા છે. તેમણે કહ્યું છે કે, રાજકીય દળોને કેમ સંશોધન હેઠળ બોન્ડસના માધ્યમથી ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સ્ત્રોતનો ખુલાસો કર્યા વગર ભંડોળ મેળવવાની મંજૂરી શા કારણે અપાઈ છે.
વડી અદાલતને મોદી સરકાર અને ચૂંટણીપંચને ફટકારેલી નોટિસના પરિણામે સ્પષ્ટ જણાય આવે છે કે, રાજકીય પક્ષોને મળતા ભંડોળની પ્રક્રિયા પારદર્શક બનાવવી જ‚રી બની જાય છે. વિદેશમાંથી રાજકીય પક્ષોને મળતા ભંડોળ ઉપર પણ અનેક પ્રશ્ર્નો ઉઠયા છે.