મોરબી માં ઝીરો પોલ્યુસન ગેસીફાયર બનાવતી પેઢીના ઈન્ડસ્ટ્રીઝ ડ્રોઈગ નો ઉપયોગ કરીને મોરબીની જ એક બીજી પેઢીએ ગેસીફાયરો બનાવીને માર્કેટમાં મુકાયા હોવાનુ જણાતા જે પેઢી કોપીરાઇટ ધરાવતી હતી તેણે કોર્ટ રાહે તેમજ પોલીસ રાહે કાર્યવાહી કરતા જે તે સમયે પોલીસે કોપીરાઇટ એકટનો ભંગ કરીને તૈયાર કરેલા ગેસીફાયર સીલ કર્યા હતા તેને મુકત કરવા કોપીરાઇટ નો ભંગ કરનાર પેઢી એ કોર્ટમા દાદ માંગી હતી.
જેમા કોપીરાઇટ ધરાવનાર પેઢીના વકીલે ધારદાર દલીલો કરતા કોર્ટે સીલવાળી મશીનરી (ગેસીફાયર) જે પેઢી કોપીરાઇટ ધરાવે છે તેને સુપ્રત કરવાનો વચગાળાનો હુકમ કર્યો છે. જો કે કોપીરાઇટ ભંગનો પણ ગુનો મોરબી કોર્ટમાં ચાલુ હોય તેમા હુકમ આવવાનો બાકી છે. આ સીમાચિન્હરૂપ ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે તમામ કોર્ટોને રિપોર્ટ કરવા પણ હુકમ કર્યો હોવાનુ જણાવેલ છે.
આ કેસની વિગત જોઈએ તો મોરબીમાં ચાલતા સિરામિક ઉદ્યોગમા વૈકલ્પીક ઈંધણ તરીકે ગેસના બદલે કોલસાથી ચાલતા ગેસીફાયરોનો ઉપયોગ શરૂ થતા મોરબીની ગુરુકૃપા મેક ટેક પ્રા. લી. પેઢીના ડાયરેક્ટર સુભાષભાઈ સવજીભાઇ પડસુંબિયાએ આધુનિક ટેકનોલોજી યુક્ત અને ઝીરો પોલ્થુશન બેઇઝ ગેસીફાયર મશીનરી તૈયાર કરાવી તે મશીનરીના ડ્રોઈંગ અને મશીનરીની બનાવટના કોપીરાઇટ એકટ મુજબ કોપીરાઇટ હકકો લીધા હતા. દરમ્યાન ઝડપથી પૈસા કમાવાની લ્હાયમાં મોરબીની જ સદગુરુ ઈન્ડસ્ટ્રીઝના સંચાલક નિલેષ છોટુભાઈ બાવરવા એ ગુરુકૃપા મેક ટેક પ્રા. લી. દ્રારા તૈયાર કરેલ ઝીરો પોલ્યુશન ગેસીફાયર ની સીધી જ નકલ કરી ગેસીફાયર મશીનો બનવાનું ચાલુ કરી તે મશીન પૈકીનું એક ગેસિફાયર મશીન મેકસીમો સિરામિકના ડાયરેકટર મુકેશ પટેલ તથા દિવ્યેશ પટેલ ને વેચેલ હોવાનુ જણાતા પોતાના કોપીરાઇટ નો ભંગ થતો હોવાથી ગુરુકૃપા મેક ટેક પ્રા. લી. ના ડાયરેક્ટર સુભાષભાઈ પટેલે મેકસીમો સિરામિકના સંચાલકો તથા સદગુરુ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર નિલેષ બાવરવા વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસસ્ટેશન મા કોપીરાઇટ ભંગ સબબ ફરિયાદ કરતાં જે તે સમયે પોલીસે સ્થળ તપાસ કરીને કોપીરાઇટ નો ભંગ કરી બનાવાયેલ ગેસીફાયર મશીન સીલ કર્યા હતા.
જેને પગલે સદગુરુ ઈન્ડસ્ટ્રીઝ તેમજ મેક્સીમો સિરામિકના સંચાલકો મુકેશભાઇ પટેલ, દિવ્યેશભાઇ પટેલ તથા નિલેષભાઈ પટેલે સીલ કરાયેલા મશીનો મુક્ત કરવા દાદ માગતા ગુરુકૃપા મેક ટેક પ્રા. લી. એ મોરબી કોર્ટના આદેશ ને પડકારતા હાઇકોટં માં અરજી કરી રજૂઆત કરતા તેમના વકીલ શ્રી વાય. જે. ત્રિવેદીએ કરેલી દલીલોને માન્ય રાખી હતી.
હાઇકોર્ટેના ન્યાયમૂર્તી જે. બી. પારડીવાલાએ મશીનના ડ્રોઈંગ અને મશીનના આકાર ની ડિઝાઇન તે બન્ને કાયદાના મુદ્દા ધ્યાનમા રાખીને સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યુ હતું કે સીલ કરેલ મશીનરી કોપી કરીને બનાવાયેલ હોય કોપીરાઇટ એકટ મુજબ કોપીરાઇટ કાયદા નો ભંગ થતો હોય સીલ કરેલી મશીનરી (ગેસીફાયર) કોપીરાઇટ ધરાવતી પેઢી એટલે કે ગુરુરકૃપા મેક ટેક પ્રા. લી. ને કબજો સોપવા તેમજ આ ચુકાદાનો તમામ કોર્ટ માં રિપોર્ટ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત મોરબી કોર્ટ ને ટાંકી હાઇકોર્ટે જણાવ્યુ હતું કે આ કેસ નો ઝડપથી ચુકાદો આવે તે માટે આ કેસ ને ડે ટુ ડે ચાલવવા હુકમ કર્યો હતો.