‘મેડિકલ ચેક-અપ’ માટે કરાયેલા આદેશ બાદ જસ્ટીસ કાર્નન ધૂંઆપૂંઆ
કલકત્તા હાઈકોર્ટના જજ જસ્ટીસ સી એસ કાર્નને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સહિત સાત ન્યાયાધીશોને બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું છે. ! અગાઉ જસ્ટીસ કાર્નને સુપ્રિમના સાતેય ન્યાયાધીશોને હાઈકોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો હતો. પરંતુ સુપ્રિમના ન્યાયાધીશોએ કોર્ટમાં હાજરી ન આપી હોવાી બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ યું છે. કલકત્તા હાઈકોર્ટના જસ્ટીસ કાર્નન માનસિક પરિસ્િિત અંગે યેલી ટીપ્પણી બાદ હવે આ મામલો ખુબજ ગંભીર સ્વ‚પ ધારણ કરી રહ્યો છે.
સુપ્રિમ સામે હાઈકોર્ટના જજ દ્વારા પાઠવાયેલા સમન્સ અને હવે બીન જામીનપાત્ર વોરંટી આ મુદ્દો કયાં જઈ અટકશે તે જોવાનું રહ્યું. હાલ ન્યાય પ્રણાલીમાં ચાલી રહેલા આ વિવાદી અટર્ની જનર પ્રફુલ રોહતગી પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. અગાઉ ચીફ જસ્ટીસ જે એસ ખેહરની સાત જજોની ખંડપીઠે સી એસ કાર્નનને મેડિકલ ચેકઅપ માટે નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ આ વિવાદ વણસ્યો હતો. હવે કાર્નને સુપ્રિમના ન્યાયાધીશો સામે બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરતા મામલો ગંભીર બન્યો છે.