ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના મામલે આજે સોમવારે હાઇકોર્ટ દ્વારા ચુકાદો જાહેર કર્યો હતો અને નીચલી કોર્ટે ફાંસીની સજા ફટકારી તેમની સજા યથાવત રાખી હતી. 31 આરોપીઓ દ્વારા નીચલી અદાલત દ્વારા ફરમાવવામાં આવેલી સજાને હાઇકોર્ટમાં પડકારી હતી. તો નિર્દોષ મુક્ત કરેલા આરોપીઓના ચુકાદાને સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં ડેઝિગ્નેટેડ કોર્ટે 11 આરોપીઓને ફાંસી અને 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
ચૂકાદાને પગલે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત
બહુચર્ચિત ગોધરા કાંડના ચૂકાદાને પગલે સોલા સ્થિત ગુજરાત હાઈકોર્ટ પરિસર અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચૂકાદાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને સુરક્ષાને ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ચૂકાદાને પગલે મીડિયા પણ હાઈકોર્ટ બહાર ઉમટી પડ્યું છે.