સુપ્રીમ કોર્ટમાં કેસની નોંધણી અને ન્યાય પ્રક્રિયામાં ગેરરીતિનો અવકાશ ન રહે તે માટે ચીફ જસ્ટીસનો અભૂતપૂર્વ નિર્ણય
દેશના ન્યાયતંત્રમાં વધુમાં વધુ પારદર્શકતા લાવવા અને સુપ્રીમકોર્ટમા કેસની નોંધણી અને ન્યાય પ્રક્રિયામાં કયાંય ગેરરીતિ અને ભ્રષ્ટાચારને અવકાશ ન રહે તે માટે દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સીબીઆઈ ને એક તૈયાર કરીને સુપ્રીમ કોર્ટ સ્ટાફ પર રાખવા માટે એક આ યોજના બનાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓને કેટલાક કેસ સુપ્રીમ કોર્ટે સુધી પહોચે ત્યાં સુધીમાં કેટલીક અર્વેધાનિક ગતિવિધિઓની પ્રભાવની વાત ધ્યાનમાં આવી હતી તેની મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ આ વાતને ધ્યાન લઈને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ એસપી , એએસપી અને સીબીઆઈ અધિકારીઓને સુપ્રીમ કોર્ટમાં પહોચતા કેસ ઉપર નજર રાખીને આવા કેસો દાખલ થવાની પ્રક્રિયામાં તપાસ અને રજીસ્ટરીમાં કયાંય ભ્રષ્ટાચાર અને લાંચનું દુષણ ન પ્રવેશે તે જોવા હિમાયત કરી છે. સુપ્રિમ કોર્ટનાં વહીવટી ઈતિહાસમાં આવુ પ્રથમવાર બનશે કે જેમાં કેસના રજીસ્ટ્રેશનમાં એડીશનલ રજીસ્ટ્રાર ડે. રજીસ્ટ્રાર, શાખા અધિકારી સીનીયર કોર્ટ ધારાશાસ્ત્રીઓ અને આસિસ્ટન્ટ સ્ટાફની ભૂમિકા પર કેટલાક ખાસ કિસ્સાઓમાં નજર રાખવામાં આવશે. એસએસપી, એસપી અને પીઆઈ દરજજાના અધિકારીઓ કે જે ડેપ્યુટેશન પર કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હશે તે વકિલની જેમ સુપ્રિમ કોર્ટે અને વિવિધ તપાસનીશ એજન્સીઓ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવશે. વીજીલન્સની કામગીરી જેવી કે દસ્તાવેજોની સમિક્ષા, કર્મચારીઓની ભૂમિકા કેસને લગતી તપાસમાં ધ્યાને લેવા જેવી બાબતો અને કોર્ટના સ્ટાફ સામેની સંભવિત ફરિયાદો સામે સ્વાયત પણે તપાસ કરી શકશે અને કોર્ટનું ધ્યાન દોરી શકશે. સુપ્રિમ કોર્ટ પાસે વિજીલેન્સ વિભાગ કાર્યરત છે. પરંતુ આ વ્યવસ્થાનો ઉપયોગ જવલ્લે જ થાય છે. જયારે કોર્ટની કાર્યવાહી સામે આક્ષેપ અને તપાસની જરૂરીયાત ઉભી થાય ત્યારે કરવામાં આવે છે.
હવે આ વીજીલેન્સની જવાબદારીનો વ્યાપ વધારવા અને કોર્ટના સ્ટાફ પર ધ્યાન રાખવા માટે મુખ્ય ન્યાયમૂર્તિએ પોલીસ અધિકારીઓને વીજીલેન્સની ભૂમિકા માટે તૈયાર કર્યા છે. જયારે કોઈ યુવા ધારાશાસ્ત્રી સોગંદનામું રજૂ કરે ત્યારે વચેટીયાઓ સુપ્રિમ કોર્ટમાં કેસની નોંધણીની પ્રક્રિયામાં ગોઠવાઈ જતા હોય છે. રોસ્ટર પ્રથા મુજબ સુપ્રિમ કોર્ટે ન્યાયમૂર્તિ એકે પટ્ટનાયકને જો સુપ્રિમ કોર્ટમાં રજીસ્ટ્રરીમાં કોઈ ગેરરીતિ થાય તો તેની તપાસ માટે નિમ્યા છે. અને તેમની મદદ માટે સીબીઆઈ અને આઈબીના દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સહાયકની ભૂમિકા માટે આદેશ કર્યો છે.
કોર્ટ સ્ટાફ કોઈ ગેરરીતિ કરે તેવી આશંકા ઉપજે ત્યારે પોલીસ અને સીબીઆઈના અધિકારીઓને કોર્ટનું ધ્યાન દોરવાની સ્વાયતા આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની વહીવટી વ્યવસ્થાપારદર્શક રીતે ચાલે તે માટે માનવ સંશાધન સ્ત્રોતો તાલીમ એકમો સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અલગ અલગ જગ્યાઓની ભરતી માટે તાલીમ, બઢતી જેવી વહીવટી પ્રક્રિયાઓ, વકિલો માયેની પરીક્ષાઓઅને ભરતી સામે સંકળાયેલી તમામ બાબતોને પારદર્શક બનાવવાની વ્યવસ્થાને સુધારવાની મુખ્ય ન્યાયમૂર્તિએ યોજના બનાવી છે.
સુપ્રીમ કોર્ટની કામગીરીને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કર્મચારીઓને નિયમિત તાલીમ આપી તેમના જ્ઞાનમાં વધારો થાય કૌશલ્ય વધુ સારી રીતે ખીલી ઉઠે અને કામગીરી સુધરે તે માટે સુપ્રીમ કોર્ટમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોર્ટની કાર્યવાહીમાં સુધારો આવે તે માટે રજીસ્ટ્રેરી સ્ટાફને તાલીમબધ્ધ કરવાની સાથે સાથે તેમના ઉપર ત્રાહીત નિયંત્રણ રહે તેવી વ્યવસ્થાની હિમાયત કરવામાં આવી છે.