ખેડૂતો પાસેથી શેરડી ખરીદ્યા બાદ 15 દિવસમાં ચુકવણું કરી દેવાનો નિયમ ભૂલી જવાયું : સમયસર પૈસા મળી તેવી વ્યવસ્થા ન હોવાની ખેડૂતોની ફરિયાદ
શેરડીના ખેડૂતોને સમયસર પૈસા ન મળતા હોવાની વ્યાપક ફરિયાદો અને ખાંડની મીલો દ્વારા ઉઘરાણી સમયસર પતાવાની ન હોવાની સ્થિતિ અંગે સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજીને લઇને અદાલતે શેરડીના ખેડૂતોને માલનો વ્યાજબી ભાવ અને સમયસર પૈસાની ચૂકવણી થાય તેવી વ્યવસ્થા ગોઠવવા નોટીસ જારી કરી છે.
ખાંડ ઉદ્યોગમાં પ્રર્વતી મંદીને લઇને ખેડૂતોને સમયસર શેરડીના પૈસા મળતા નથી બાકી રહેલી રકમો ફસાઇ ગઇ હોવાથી ખેડૂતો મુશ્કેલીઓમાં જ રહે છે સુપ્રિમ કોર્ટમાં આ અંગે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં ફરિયાદ તરફથી હાજર રહેલા વકિલ આનંદ ગ્રોવરએ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે શેરડી ઉગાડનાર ખેડૂતોને 15 દિવસમાં જ પૈસા ચુકવવાના હોય છે. તે પૈસા મળતા નથી.
ખેડૂતોની શેરડીની કિંમત અને પૈસા સમયસર મળી જાય તેવી અગાઉની વ્યવસ્થા અત્યારે નથી યુ.પી.માં 7,550 કરોડ, કર્ણાટકમાં 3,555 કરોડ, મહારાષ્ટ્રમાં 230 કરોડ મળી 18,000 કરોડ જેટલી રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે. સુપ્રિમ કોર્ટેએ તાકિદ કરી છે કે ખાંડ મીલો દ્વારા ખેડૂતોને સમયસર પૈસા ચુકવી દેવા જોઇએ અને 1966ની સુગર કંટ્રોલના કાયદાની અમલવારી થવી જોઇએ અને ખેડૂતોને સમયસર પૈસા મળી જાય તે માટે વ્યવસ્થા કરવા અદાલતે તાકિદ કરી હતી.