નિયમોમાં વિસંગતતાના કારણે નિવૃત્ત કર્મચારીઓને પરેશાની: કાયદાઓ સરળ કરવા સુપ્રીમનું સુચન
કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરો માટેના નિયમોમાં વિસંગતતા જોવા મળે છે. પરિણામે પેન્શનરો પરેશાન તથા હોય છે. જેી વડી અદાલતે પેશનના નિયમોની ખીચડી હટાવી તેના સને કોઈ એક નિયમ ઘડવાની તાકીદ સરકારને કરી છે.
ન્યાયમૂર્તિ મદન લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે કહ્યું હતું કે, પેન્શનની રકમ કઈ રીતે નકકી કરવી તે માટે ખૂદ સરકાર અસ્પષ્ટ છે. જેનાી નિવૃત કર્મચારીઓને મુશ્કેલીઓ પડી રહી છે.
સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીંગને સુચન કરતા અદાલતે કહ્યું હતું કે, નિવૃત કર્મચારીઓનું જીવન સરળ બનાવવા પેન્શન નિયમોમાં સુધારા કરવા જોઈએ. પેન્શન નિયમોની ખીચડી હોવી જોઈએ નહીં. આ કેસમાં રેલવેના નિવૃત અધિકારીએ સરકાર સામે ૨૭ વર્ષી મોરચો માડયો છે. જેમાં તેમની નિવૃતિ બાદ હજુ સુધી પેન્શનની રકમ ફીકસ થઈ ન હોવાની દલીલ થઈ છે. અલબત આ કેસમાં વડી અદાલતે ચુકાદો તો નિવૃત અધિકારીની વિરુધ્ધમાં આપ્યો હતો. પરંતુ સુનાવણી દરમિયાન પેન્શનરોને પડતી મુશ્કેલીઓ અંગે સરકારને યોગ્ય પગલા લેવા તાકીદ કરી હતી.
નિયમોની ખીચડીની જગ્યાએ એકમાત્ર નિયમ ઘડવાી નિવૃત કર્મચારીઓને પેન્શન મેળવવામાં સરળતા રહેશે. કચેરીઓના ધકકા અટકશે.
વડી અદાલતના આદેશના પગલે સરકાર નવો કાયદો ઘડશે તો પેન્શનરો માટે ઘણી સરળતા થઈ જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,