દેશભરની હાઈકોર્ટોમાં ૧૦૭૯ ન્યાયમૂર્તિઓની જગ્યા સામે ૪૧૦ જગ્યાઓ ખાલી હોય ન્યાય તોળવામાં વિલંબ થતો હોવાનું સુપ્રીમનું તારણ
દેશના ન્યાયતંત્રને ઝડપી અને કાર્યક્ષમતા વધારવા માટે ન્યાયધીશોની ખાલીજ ગ્યાઓ ત્વરીત ભરવાની જરૂર છે. કેન્દ્ર સરકારની દેશના મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી સમિતિએ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓનાં ૧૦૦ જેટલા નામો મહિનાઓ પહેલા મોકલીને ૪૦% જેટલી ખાલી પડેલી જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. ત્યારે સુપ્રિમ કોર્ટે સરકારને આ સુચી છ મહિનામાંજ બહાલ કરીદેવાની તાકીદ કરી છે.
સુપ્રિમકોર્ટની સંયુકત ખંડપીઠના ન્યાયમૂર્તિ સંજય કિશનકોલ અને કેએમજોસેફે એ મુદાની નોંધ લીધી છે કેસુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયધીશોની પ્રક્રિયા માટે કોઈપણ સમય અવધી જ નથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ બંધારણની રીતે આપવામા આવેલી સતા અને તમામ સહયોગી પરિબળોને આ પ્રક્રિયા સમયઅવધિમાં પૂરી કરવાની વ્યવસ્થા કરવાની તાતી જરૂર છે.
અદાલતોમાં ન્યાયમૂર્તિઓની નિમણુંક માટે સંસદને અગાઉથી છ મતહિના અને ત્યાર પછી અઠવાડીયાની અવધિમાં રાજયપાલ કે મુખ્યમંત્રીને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણુંક માટેની ભલાભણોને કેન્દ્રીય કાયદામંત્રીઓને મોકલી દેવી જોઈએ ત્યાર પછીની પ્રક્રિયામાં ચાર અઠવાડીયામાં સુપ્રીમકોર્ટના કોલેજીયમે આ પ્રક્રિયા પરિ કરી લેવી જોઈએ સુપ્રીમ કોર્યનાં કોલેજીયમ દ્વારા ન્યાયમૂર્તિઓનાં નામની યાદી તૈયાર કર્યા બાદ કાયદા મંત્રાલયે વડાપ્રધાનના અભિપ્રાય માટે ૩ અઠવાડીયામાં મૂકવામાં આવે છે. ત્યાર પછી તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ કે જો સરકાર આ નામોની યાદી પાછી મોકલે તો નિમણુંકોમાં ભારે વિલંબ થાય છે. સુપ્રિમ કોર્ટે અને હાઈકોર્ટના કોલેજીયમની સહમતી ન મળી હોય તો નિમણુંકો સમયસર થતી નથી પરંતુ એકવાર કોલેજીયમ નામની યાદીને બહાલી આપી દીધા બાદ સરકારે કોઈપણ પ્રકારનાં વિલંબ વગરા તાત્કાલીક નિર્ણયે લઈ લેવા જોઈએ તેમ છતા એક મમલાઓમાં હાઈકોર્ટના કોલેજીયમ સુપ્રિમકોર્ટના કોલેજીયમ સાથે સંકલન કરીને સરકારે વધુમાં વધુ છ મહિનાનો સમય લઈને આ પ્રક્રિયા પુરી કરી લેવી જોઈએ આનો મતલબ એ નથી કે કોઈ પણ રીતે મામલો છ મહિના સુધી પૂરો ન થાય. દેશમાં ન્યાયમૂર્તિઓની સંખ્યાના આંકડા જોઈએ તો ૧૦૭૯ ન્યાયમૂર્તિઓની હાઈકોર્ટમાં જગ્યાઓ છે. તેની સામે ૬૬૯ કાર્યરત છે. અને અનુક્રમે ૪૧૦ જગ્યાઓ ખાલી છે. અને ૨૧૩ની ભરતી માટેની પ્રક્રિયા ચાલુ છે.
સુપ્રિમ કોર્ટની કોલેજીયમ દ્વારા હાઈકોર્ટ કોલેજીયમમાંથી ૧૯૭ જગ્યાઓ ભરવા માટેની નામાવલી ચાલી છે. સુપ્રિમ કોર્ટે એ વાત પણ જણાવી હતી કે ૨૧૩ ન્યાયમૂર્તિઓની જગ્યાઓ ભરવા માટે નામોની યાદી મંજૂરીના વાંકે પેડીંગ રહી છે.સુપ્રીમ કોર્ટે કોલેજીયમે આ અંગે એર્ટની જનરલ કે.કે.વેણુગોપાલને તાકીદ કરી છે કે કયારે અને કેવી રીતે સંબંધીત સતાવાળાઓ આ પ્રક્રિયાને પૂરી કરશે આ વિગતોથી એ વાતની ખબર પડે કે આ પ્રક્રિયાક યારે પરી થશે. વળી અદાલતે એ વાતની પણ નોંધ લીધી હતી. કે ૨૦૧૯ની હાઈકોર્ટના માત્ર ૬૫ ન્યાયમૂર્તિઓનીજ નિમણુંક થઈ હતી આ માટે ૨૦૧૭માં ૧૧૫ નામોની યાદી તૈયાર થઈ હતી. ત્યાર પછી ૨૦૧૮માં ૧૦૮ની નિમણુંક થઈ હતી.
ન્યાયમૂર્તિઓની ખાલી જગ્યાઓને કારણે અદાલતોમાં કેસોનો ભરાવો થઈ જાય છે. હાઈકોર્ટે અને અપેક્ષ કોર્ટમાં ન્યાયમૂર્તિઓની ધીમી ભરતીનાં કારણે નીચલી અદાલતોથી આવતી અપિલોનો ભરાવો થઈ જાય છે. અને હાઈકોર્ટમાં સમય મર્યાદામાં કેસના નિકાલ માટેની પ્રક્રિયા ધીરી પડી જાય છે.
સુપ્રિમ કોર્યે સરકારને તાકીદ કરી છે કે કોલેજીયમ દ્વારા ન્યાયમર્તિઓનાં નામની કેન્દ્ર સરકારને મોકલાવાતી યાદી વધુમાં વધુ છ મહિનામાં કોઈપણ સંજોગોમાં બહાલ કરી દેવી જોઈએ કેન્દ્ર સરકાર્માંથી કોલેજીયમની આ યાદીની મંજૂરી માટેની પ્રક્રિયા જેટલી મોડી પુરી થાય છે. તેટલી જ ન્યાયધીશોની નિમણુંકોમાં વાર લાગે છે. અનેતેની અસર અદાલતોની કાર્યવાહીમાં લાગે છે.
સુપ્રિમ કોર્ટનાં કોલેજીયમ દ્વારા ન્યાયમૂર્તિઓના નામની યાદી મંજૂર કરાયા બાદ કાયદામત્રાલય દ્વારા વડાપ્રધાનના અભિપ્રાય માટે ૩ અઠવાડીયામાં મૂકવામં આવે છે. અને તે યાદી રાષ્ટ્રપતિની ભલામણ માટે મોકલી દેવામા આવે છે. કોર્ટે કોલેજીયમની આ યાદી વધુમા વધુ છ મહિનામા બહાલ કરી દેવાની કેન્દ્ર સરકારને તાકીદ કરી છે.