સર્વોચ્ચ અદાલતે એક એવો ચુકાદો જાહેર કર્યો છે કે પુર્વ રાજધાની અને એનસીબારમાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડવામાં નહી આવે .
દિવાળીની ધુમધામથી ઉજવણી કરનારા લોકોને આ સમાચાર ઝટકો આપી શકે તેવા છે. આ વર્ષે દિવાળી પર દિલ્લીમાં ફટાકડા નહી ફુટે. દેશની સર્વોચ્ચ અદલાતે સોમવારે ચુકાદામાં જણાવ્યું છે કે દિલ્લી અને એનસીઆરમાં કોઇ પણ લોકો ફટાકડાનું વેચાણ નહી કરી શકે.
જ્યારે પ્રદુષણ બોર્ડે પણ આ બાબતે સહમતી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ ન્યાયાલય ૨૦૧૬ના ચુકાદાને બહાલી આપવાની માંગ કરી હતી. જેનાથી ફટાકડાના વેચાણ પર રોક લાગી ગઇ છે. ન્યાયમુર્તીએ કે સીકરના નેતૃત્વવાળી એક પીઠે અદાલતના આદેશ અનુસાર ૬ ઓક્ટોબરમાં બાબતને મંજુર કરી હતી.
જો કે ગત વર્ષે ૧૧ નવેમ્બર સુપ્રિમ કોર્ટે એનસીઆર ક્ષેત્રમાં આતશબાજી અને ફટાકડા વિતરત પર પ્રતિબંધ મુક્યો હતો. અને વેચાણની અનુમતી આપવાના લાયસન્સને રદ કરાયા હતા. પરંતુ ૧૨ સપ્ટેમ્બરે આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. જો કે પ્રતિબંધના પુન:સંયોજન બાબતમાં ચુકાદાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. યાચીકામાં કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ સમર્થનમાં તેઓ છે સુપ્રિમ કોર્ટે જણાવ્યુ હતુ કે દિલ્લીમાં ફટાકડાનું વેચાણ પોલીસની દેખરેખ હેઠળ લાયસન્સ આપીને કરવામાં આવે વધુમાં વધુ ૫૦૦ અસ્થાઇ લાયસન્સ આપવામાં આવે સુપ્રીમ કોર્ટે ૨૦૧૬માં આપેલા લાયસન્સમાં અડધા ભાગના લોકોને લાયસન્સ આપવામાં આવે તેમ જણાવ્યુ હતું.