સરકાર અને હાઈકોર્ટના નોટીફીકેશન પર રોક લગાવી સંબંધીતને મુળ સ્થાને મોકલવા

પડકારાયેલી અરજીનો નિકાલ નથી કર્યો માત્ર વચગાળાનો આદેશ કર્યો: ખંડપીઠ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના ગુનામાં દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારનાર સુરતના ન્યાયાધીશ હરીશ હસમુખભાઈ વર્મા સહિત રાજયના 68 ન્યાયાધીશોના પ્રમોશનને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપતો હુકમ ફરમાવ્યો છે.

65 ટકા ક્વોટાના નિયમ હેઠળ બઢતી સાથે બદલીના ઓર્ડર કર્યા હતા. રાજય સરકારના કાયદાકીય વિભાગમાં અન્ડર સેક્રેટરી રવિકુમાર મહેતા અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સચિન પ્રતાપરાય મહેતાએ 68 ન્યાયિક અધિકારીઓની પસંદગીને પડકારતી    28 માર્ચે દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટને આ નિમણૂંકો રદ કરવાની અપીલ કરવામાં આવી છે. જે અરજી  ચાલવા ઉપર ઉપર આવતા બંને પક્ષની રજૂઆતો અને દલીલોમાં

સુપ્રીમ કોર્ટે  68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે. કોર્ટના આદેશને બાકી રાખીને મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે આ નિર્ણય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એમ.આર.શાહે આદેશમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પિટિશન પેન્ડન્સી દરમિયાન નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને ત્યાર  કોર્ટે નોટિસ જાહેરકરી હતી. હાઈકોર્ટ અને સરકારના નોટિફિકેશન પર રોક લગાવીએ છીએ. સંબંધિત બઢતી તેના મૂળ પોસ્ટ પર મોકલવામાં આવે છે. બેન્ચે તેના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે, હાલનો સ્ટે ઓર્ડર એવા પ્રમોટને લાગુ પડશે જેમના નામ મેરિટ લિસ્ટમાં પ્રથમ 68 ઉમેદવારોમાં નથ જસ્ટિસ શાહે કહ્યું કે, મેરીટ-કમ-વરિષ્ઠતાના સિદ્ધાંત પર અને યોગ્યતા કસોટીમાં પાસ થવા પર પ્રમોશન થવું જોઈએ. હાઈકોર્ટની ભલામણો અને સરકારની  સૂચના ગેરકાયદે છે.

ખંડપીઠે આખરે અરજીનો નિકાલ કર્યો નથી અને માત્ર પ્રમોશન પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો છે. ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે, સીજેઆઈ દ્વારા સોંપવામાં આવતા આ બાબતની સુનાવણી યોગ્ય બેંચ દ્વારા કરવામાં આવે, કારણ કે જસ્ટિસ શાહ 15 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.