તપાસ અધિકારીને કવોરેન્ટાઈન કરવાથી લોકોમાં ખોટો સંદેશો જાય છે: સુપ્રીમ
સીબીઆઈ તપાસ અંગે મુંબઈ પોલીસ જવાબ રજૂ કરે: તપાસ પ્રોફેશનલ રીતે થઈ રહી છે તેની અમને ખાત્રી કરાવો: સુપ્રીમ
ફિલ્મી અભિનેતા સુશાંતસીંઘના કેસમાં ચાલતી તપાસનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યુંં કે તપાસ અધિકારીને કવોરેન્ટાઈન કરવાથી લોકોમાં ખોટો સંદેશ જાય છે. આ મુદે સુપ્રીમે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને પણ ફટકાર લગાવી કહ્યું કે પ્રોફેશનલ રીતે તપાસ થઈ રહી છે નકકી કરો.
સુશાંત સીંઘ રાજપૂત કેસને લઈ બે રાજયોની પોલીસ સામસામે આવી ગઈ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે આજે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી હતી.
તમને એ જણાવીએ કે સુશાંત કેસની તપાસ કરવા બિહારથી મુંબઈ આવેલી પટણાના સીટી એસ.પી. વિનય તિવારીને બીએમસીને અધિકારીઓએ જબ્બરજસ્તીથી કવોરેન્ટાઈન કરી દીધા છે.
બાદમાં બિહારથી સુશાંત કેસની તપાસ માટે આવેલા ચાર સભ્યોની ટીમ કવોરેન્ટાઈન થવાના ડરથી મુંબઈમાં છુપાઈ ગઈ છે. એવા સંજોગોમાં બિહાર પોલીસની તપાસ કામગીરી ઉભી રહી ગઈ છે.
બુધવારે રિયા ચક્રવર્તીની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તપાસ અધિકારીઓને કવોરેન્ટાઈન કરવાનો મુદો ઉઠાળ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તપાસ અધિકારીને કવોરેન્ટાઈન કરવાથી લોકોમા સાચો સંદેશો જતો નથી સુપ્રીમ કોર્ટે સખ્ત ટિપ્પણી કરી જણાવ્યું કે બિહારના આઈપીએસ ઓફિસર સાથે ખરાબ વર્તન કરવાથી ખોટો સંદેશ જાય છે. અને એ પણ એવા સમયે જયારે અખબાર, સમાચાર માધ્યમમાં આ અંગે ખાસ રસ લઈ રહ્યા છે. તેવા સમયે સુપ્રીમે જણાવ્યું કે આ મામલાની તપાસ પ્રોફેશનલ રીતે થઈ રહી છે તે નકકી કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ કર્યો કે આ મામલે પ્રોફેશનલ રીતે કામ થઈ રહ્યું છે.તેની અમને ખાત્રી કરાવો આ ઉપરાંત આ કેસમાં તમામ પુરાવા સુરક્ષીત રાખવા પણ સુપ્રીમે આદેશ કયો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સીબીઆઈ તપાસ કરવા અંગે મહારાષ્ટ્ર સરકાર જવાબ આપે આ કેસમાં કોણ તપાસ કરે એ અમે નકકી કરીશું.
તમને એ જણાવીએક હવે સુશાંતસીંધ રાજપૂત કેસની તપાસ સીબીઆઈ કરશે. કેન્દ્ર સરકારના વકીલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમને જણાવ્યું કે આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાથી બિહાર સરકારની ભલામણ કેન્દ્ર સરકારે માનીલીધી છે. સુશાંત સીંઘના મૃત્યુ બાદથક્ષ તેના ચાહકો તથા સેલીબ્રીટીઓ તરફથી સીબીઆઈની તપાસ કરવા માંગ ઉઠી હતી. શરૂઆતથી જ મુંબઈ પોલીસની તપાસ સામે શંકા સાથે સવાલો ઉઠી રહ્યા હતા હવે આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર થઈ ગયો છે.