દેશમાં વોટ્સએપની મુશ્કેલીઓ વધી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે WhatsAppને નોટિસ મોકલી છે. કોર્ટે કહ્યું છે કે, વોટ્સએપે એક મહિનાની અંદર તેનો જવાબ આપવો પડશે કે તેમણે કેમ હજી સુધી ભારતમાં ફરિયાદી અધિકારીની નિમણૂંક કરી નથી.
Supreme Court today issued a notice to #WhatsApp, IT and Finance ministry and sought a detailed reply from them within four weeks as to why a grievance officer in India has not been appointed yet by Whatsapp pic.twitter.com/iqxaiIi5AP
— ANI (@ANI) August 27, 2018
નોંધનીય છે કે, વોટ્સએપે કેન્દ્ર સરકારને વિશ્વાસ અપાવ્યો હતો કે, કંપની ભારતીય દરેક કાયદાનું પાલન કરશે. કંપનીએ કહ્યું હતું કે, દેશમાં વ્યાપક નેટવર્કને ધ્યાનમાં રાખીને ફરિયાદ સામે પગલાં લેવા માટે તેઓ અધિકારીની નિમણૂક કરશે. તેઓ કાયદા પ્રમાણે વિવિધ મુદ્દાઓનો ઉકેલ લાવશે.